________________
તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી
[૨૬] જૈન” પત્રના જે વાચક કેળવણી, રાષ્ટ્રીયતા અને વિવોપાસનાના વિશાળ ક્ષેત્રથી સાવ દૂર હશે તેઓ જ આચાર્યશ્રી નરેન્દ્રદેવજીનું નામ અને કામ જાણતા ન હોય એમ કહીએ તો તે યોગ્ય જ ગણાશે. આચાચશ્રીનો સ્વર્ગવાસ તેમના વતનથી બહુ દૂર દક્ષિણ ભારતમાં થયે. એના સમાચાર વિજળી વેગે ક્ષણમાત્રમાં સર્વત્ર પહોંચી ગયા. જેણે જેણે એ સમાચાર સાંભળ્યા અને જે તેમને થોડે ઘણે અંશે જાણતા અને ખાસ કરીને જે તેમના કાર્ય અને વ્યક્તિત્વથી પ્રત્યક્ષ પરિચિત હતા તે બધાએ
એ સમાચારથી એવો ઊંડે આંચકે અનુભવ્યો છે કે જે નિકટના સ્વજનના વિગથી પણ ભાગ્યે જ અનુભવાય.
હું મારી વાત કહું તે કહી શકું કે એમના મૃત્યુસમાચારથી હું ક્ષણભર અવાફ અને આભો બની ગયો. આજે દેશભરનાં તમામ છાપાંઓમાં અને સાર્વજનિક સ્થળોમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્જાઈ રહી છે. રાષ્ટ્રપતિ, શ્રી નહેર વગેરે તમામ રાષ્ટ્રપુરુષો અને વિદ્વાનો ઊંડે આઘાત અનુભવી રહ્યા છે. જે જન્મે છે તે મરે છે. આચાર્યશ્રીનું મૃત્યુ એ જ નિયમને આધીન છે, તો એ સૌમાં આ આઘાત પેદા કેમ કરે છે?—એ સવાલ છે. એને ઉત્તર તેમની વિશાળ માનવતા અને કારકિર્દીમાંથી મળી રહે છે. આ સ્થળે એમના સીધા પરિચયમાંથી કેટલાંક સ્મરણો નોંધું તો એમના વ્યક્તિત્વનો કાંઈક ખ્યાલ વાંચકોને આવી શકશે.
આચાર્યશ્રી વકીલાત કરતા. ગાંધીજીની હાકલે જેમ બીજા અનેક વિશિષ્ટ પુષોને સ્વાતંત્ર્યના જંગમાં આકર્ષી તેમ આચાર્યશ્રીને પણ ખેંચ્યા. એમણે બધો જ ખાનગી વ્યવસાય તછ દેશ અને કેળવણી માટે ભેખ લીધે. કાશી વિદ્યાપીઠ, જે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યયુદ્ધનું એક ફળ છે તેમાં એ જોડાયા. તેઓ જેમ અધ્યાપક હતા તેમ વક્તા અને લેખક પણ. હું પહેલવહેલાં એમના હિંદી “સ્વાર્થ ' માસિકમાં અને બીજા પત્રોમાં પ્રસિદ્ધ થતાં લખાણોથી પરિચિત છે. તેઓ તત્ત્વજ્ઞાન વિશે, ખાસ કરીને બૌદ્ધ પરંપરાને આશ્રયી લખતા. તેઓ શ્રી રાહુલ સાંકૃત્યાયનને દેશવિદેશની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org