________________
૧૮૦]
દર્શન અને ચિંતન વિષયની એટલી બધી છણવટપૂર્વક સ્પષ્ટ ચર્ચા કરી કે શ્રોતાઓ ધન્યતા અનુભવવા લાગ્યા. એ વખતે ડે. આનન્દશંકર ધ્રુવજી પણ કાશીમાં જ હતા. આમ એમને પરિચય વધારે ઊડે તે ચાલ્યો.
આચાર્યજી જ્યારે પ્રસંગ આવતો ત્યારે જેલના મહેમાન થતા. “ભારત છેડો” ની ગર્જના થઈ અને જેલ ભરાવા લાગી. આચાર્યજી કાંઈ પાછા છેડા જ રહે? પણ જેલમાં તેઓ જતા ત્યારે એક ઉગ્ર તપ કરતા. એમનું તપ એટલે નવું નવું અધ્યયન અને લેખન. એક વાર મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં હું બેઠેલ. શ્રી એન. સી. મહેતા હતા, ત્યાં તે આચાર્ય અચાનક આવી પહોંચ્યા. હું એમના દમના વ્યાધિ વિશે અને જેલમાં કેમ રહ્યું એ વિશે પૂછું તે પહેલાં તો એમણે જેલમાં પિતે કરેલ સાધનાની વાત કાઢી. મને કહે કે વસુબધુના “અભિધર્મ કેશ” નું ભારે ભાષાન્તર કરવું હતું. પહેલાં તો હું જેલમાં ફ્રેન્ચ શીખે. ફ્રેન્ચ ઉપરથી અંગ્રેજી અને હિંદી તરજૂમો કર્યો. ઘણું કરી સાથે લાવેલ. એ હિંદી તરજૂમાની મોટી મોટી દળદાર કોપીઓ મને બતાવી. એમની આ સાધના સાંભળી હું તો છક થઈ ગયે. જ્યારે આચાર્યજી આવી દાર્શનિક અને બીજી વિદ્યાઓની ઉપાસના કરતા ત્યારે પણ એમનું વ્યવહારુ રાજકારણ ચાલતું જ હોય. પણ એમની વિશેષતા એ હતી કે તેઓ રાજકારણું જાડાણથી અલિપ્ત હતા. - આચાર્યજી લખનૌ યુનિવર્સિટીમાં ઉપષ્ફળપતિ હતા. ત્યાં ઓરિએન્ટલ કોન્ફરન્સ ભરાઈ. લખન વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં જ અમારે ઉતારે. અનેક જવાબદારીઓ અને નાદુરસ્ત તબિયત, છતાં મારા જેવા સાધારણ માણસને આમ કાંઈક જતાં-આવતાં જોઈ લે તો પકડી પાડે. એક વાર તેઓ પિતાના મકાને લઈ ગયા અને અનેક હિંદુ-મુસલમાન સાક્ષરગૃહસ્થ સાથે પરિચય પણ કરાવ્યો. વિદાય થતી વખતે અમને કહે કે હું તમારી બધાની ખબર લઈ શક્યો નથી. ત્યાં મહેમાનો માટે વ્યવસ્થા તે એટલી બધી સારી હતી કે અમે એવી ધારણું પણ નહિ રાખેલી. પણ હવે પરિચયને છેલ્લે અધ્યાય આવે છે..
હું વૈશાલીથી પાછો ફરી કાશીમાં આવી રહ્યો. સખત ઉનાળો હતો. આચાર્યજી તે વખતે હિંદુ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ. આમ તે બધા જ ઉપકુળપતિઓ દુર્દર્શન અને દુસમાગમ હેય છે, પણ આચાર્યજી વિશે દરેક એમ જ માનતું કે એમને મળવું એ તે ઘરની વાત છે. એ હતા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org