________________
તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી
[૧૭૯ વિદ્યાયાત્રામાં બધી રીતે પ્રોત્સાહન આપતા, પણ તેઓ શુષ્ક તત્વજ્ઞ ન હતા. તેઓ અર્થશાસ્ત્રના અભ્યાસી હતા. એમ યાદ આવે છે કે આર્થિક કોઈ સમસ્યા પર એમને હિંદી લેખ મેં સાંભળેલું ને વિશેષ મુગ્ધ બની ગયેલ. દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં એક સંમેલનમાં તેઓ પધાર્યા હતા. કાકાસાહેબે તેમનું ઓળખાણ આપતાં એ કહ્યાનું યાદ છે કે આચાર્યછની ઓળખાણ માટે એમની “સ્વાર્થ' માસિકમાં લખેલી આર્થિક સમસ્યા ઉપરની નેંધ જ પૂરતી છે. આ વખતે હું ગૂજરાત પુરાતત્ત્વ મંદિરમાં અને વિદ્યાપીઠમાં જ હતા. એમની સાથે પ્રત્યક્ષ સંપર્ક સધાય. તેઓ ગુજરાતી સૈમાસિક “પુરાતત્ત્વમાં છપાતા મારા લેખ વાંચતા હશે એ તો મારી કલ્પનામાંય ન હતું, પણ જ્યારે એ જાણ્યું ત્યારે તેમની સંશોધક બુદ્ધિ પ્રત્યે વિશેષ આદર ઉપ. આ આદરને લીધે વધારે પ્રત્યક્ષ સંસર્ગમાં આવવાની દૃષ્ટિએ હું કલકત્તાથી પાછા ફરતાં પહેલી જ વાર કાશી વિદ્યાપીઠમાં તેમને મહેમાન થયે, જ્યારે સાથે જમવા બેઠા ત્યારે ત્યાંનું અધ્યાપકમંડળ, વિદ્યાર્થીમંડળ અને ભોજનની સાદગી ઈત્યાદિ વાતાવરણ જોઈ મને એક ઋષિ-આશ્રમનો અનુભવ થયો. રહ્યો ત્યાં લગી માત્ર વિદ્યા અને સંશોધનની જ ચર્ચા. એમણે એ પણ કહ્યું કે અમે વૈમાસિક ગુજરાતી “ પુરાતત્વ'ની જેમ એક સંશોધનપત્ર પણ કાઢવા વિચારીએ છીએ. ઈત્યાદિ. અધ્યાપક ધર્માનન્દ કૌશાંબીજી આચાર્યજીની ઉદારતા અને નિખાલસતાને લીધે એટલા બધા આકર્ષાયેલા કે જ્યારે અમદાવાદ અને મુંબઈ છોડયું ત્યારે એમણે કાશી વિદ્યાપીઠમાં રહેવાનું પસંદ કર્યું.
૧૯૩૪ના લગભગ સપ્ટેમ્બર માસમાં એક પ્રસંગ આવતાં મેં કાશી વિદ્યાપીઠમાં આચાર્યજીને ત્યાં રાતવાસો રહેવાનું નક્કી કર્યું. તેમને જાણ કરી જ્યારે તેમના મકાને હું ગયો ત્યારે સાંજ હતી. એમણે જમવા, સૂવા આદિની વ્યવસ્થા તે કરી જ, પણ ચર્ચા-વિચારણામાં એટલે બધો સમય આપ્યો કે હું તેમના સહજ વિદ્યાપ્રેમ અને સૌજન્યથી જિતાઈ ગયો. એક વાર પજુસણને પ્રસંગ આવ્યો. હિન્દુ યુનિવર્સિટીના જૈન વિદ્યાર્થીઓએ આપમેળે અમદાવાદ-મુંબઈની પેઠે વ્યાખ્યાનમાળા ચલાવવા ઠરાવ્યું. જેને કોને આમંત્રવા એ પ્રશ્ન મારી સામે હતો. જેમાં બાબુ શ્રી પ્રકાશજી (મદ્રાસના અત્યારના ગવર્નર)ને આમંત્ર્યા તેમ આચાર્યજીને પણ. આચાર્યજીએ નાદુરસ્ત તબિયતે પણ આવીને હિંદીમાં એક ભાષણ આપ્યું. ઘણું કરી એ વિષય હતો સમાજવાદ યા સામ્યવાદ. એમણે એતિહાસિક દષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org