________________
૧૬૮]
દર્શન અને ચિંતન આમંત્રણને સ્વીકારી હિંદુ યુનિવર્સિટીના એક અધ્યાપક તરીકે જ ગયો, પણ પરીક્ષ્ય વિદ્યાર્થી તરીકે નહીં.
હેલન સ્કૂલ અને કોલેજના વિદ્યામય વાતાવરણમાંથી જ્યારે જ્ઞાનતૃષા શમાવે છે, ત્યારે એ પોતાની અપંગતાનું ભાન ભૂલી ચિત્ત-શક્તિના અલૌકિક આનંદને અનુભવ કરે છે ને એમાંથી જીવનકથા જેવાં મધુર ફળે પીરસે છે. મારી પણ લગભગ એ જ દશા રહી છે. બાહ્ય અને આંતરિક વિક્ષેપોના મૃત્યુને તટે લાવી મૂકે એવા સંભાર વચ્ચે મને વિવિધ શાસ્ત્રોના અભ્યાસ, ચિંતન અને લેખને જ બચાવી સ્વસંવેદ્ય અલૌકિક આનંદભૂમિકા ઉપર મૂક્યો છે. હેલન કોલેજમાં યાંત્રિક રીતે શીખવતા અધ્યાપકની શુષ્ક દેડની પિતાની પરિસ્થિતિને કારણે ટીકા કરે છે ત્યારે પણ તેને સમુદ્રમાં મીઠી વીરડી જેવા વિરલ અધ્યાપકે મળે છે, જેઓ હેલનને રસમય શિક્ષણથી તરબોળ કરી દે છે. સાંકડી અભ્યાસ-કેડમાં સતત પુરાયેલ શાસ્ત્રગાના અર્થહીન શબ્દસ્તનોમાંથી દૂધને બદલે રક્ત ખેંચી તેને દૂધ માની–મનાવી પિવરાવનાર પંડિત—ગેપ વચ્ચે મને પણ સતત શુદ્ધ દુધવપીર કામદુઘા જેવા વિરલ અધ્યાપક બહુ મેડે મોડે પણ મળેલા અને હજીયે છે. જેમ હેલનનું માનસ વિવિધ વિષયસંચારી શિક્ષણમાં રસ લે છે તેમ મારું માનસ પણ. અભ્યાય ભાષાઓ જુદી છતાં અનેક એ તવ પણ અમારા બંનેનું સમાન. પ્રમાણ અને સાધનને ભેદ બાદ કરતાં વનવિહાર, જલવિહાર, પર્વત પર્યટન, સમુક્યાત્રા, પશુપક્ષી પરિચય આદિને રસ બનેનો સમાન જ. અલબત્ત, એનો સાઈકલ-સવારીને તરંગ મને કદી જ આવ્યો નથી, પણ હું ધારું છું મારે અશ્વારોહી તરંગ એને ભાગ્યે જ થયો હશે. સમૂહમાં અને એકલાં શેતરંજ રમવાની શઘેલી એની નવી રીતે આજે પણ મારું મન લેભાયું. પુસ્તકો અને શિક્ષકો એનાં અને ભાર સમાન મિ. હેલન અંતમાં લખે છે એમ, “મારી જીવનકથા મારા મિત્રોએ ઘડી છે' એ સૂત્ર મારા જીવન વિષે પણ પૂર્ણપણે સત્ય છે. મારા પણ મિત્રોની યાદી ભારે વિશાળ અને તે પણ અનેક આકર્ષક તેજસ્વી નામ અને ગુણના રંગોથી ભૂષિત છે. શ્રત, પરિશાલિત અને અભ્યસ્ત વિવિધ વિષયનાં પુસ્તકોની યાદી મારી ખંત પણ બતાવે અને કાંઈક એકાંગી જડતા પણ. હેલનને પરિચિત ધર્મગુરુઓમાં કોઈ સંકીર્ણ મનનો દેખાતું નથી. તેને જે જે બિશપ વગેરે મળ્યા છે તે બધાએ તેને અસાંપ્રદાયિક સત્યને જ માર્ગે દોરવા યત્ન કર્યો છે. સદ્ભાગ્ય કે દુર્ભાગ્યે મારી બાબતમાં તેમ નથી બન્યું. છેક લધુવયથી તે બહુ મેડે મોડે સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org