________________
[૧૩૯
કેટલાંક સંસ્મરણે તવાવાળા બીલ્ડિંગમાં રહેતા. એકવાર તેમને ત્યાં જ સૂવાને પ્રસંગ આવતાં મેં તેમને કહ્યું-તમારે ત્યાં ક્યાં જગા છે? વળી તમે તે મોડે સુધી જાગવાના, ધુમાડા કાઢવાના અને કાગળ કે ચોપડીઓને ખખડાટ કરવાના, એટલે મારે પણ ઉજાગર કરી રહ્યું.' તેમણે તરત જ નિખાલસ ભાવે કહ્યું- અલબત્ત, મારી સાંકડી રૂમને પણ ચોપડીઓએ વધારે સાંકડી કરી છે; છતાં સૂવા જેટલી જગા તે કરીશ જ. મને મોડે સુધી જાગી કામ કર્યા વિના ઊંધ આવવાની નથી અને બીડીની ગરમી વિના મારું એંજિન ચાલે પણ નહીં. છતાં તમને વિદન ન નડે એ રીતે હું રૂમ બહાર બેસીને કામ કરીશ.” હું અમદાવાદ કે કાશીથી જ્યારે જ્યારે મુંબઈ આવું ત્યારે તેઓ મને મળે. જ, અને સાહિત્ય, ઈતિહાસ, તેમ જ તત્ત્વજ્ઞાનના અનેક વિષેની ચર્ચા કરે. એમની જિજ્ઞાસા અને ચર્ચાવૃત્તિ એટલી પ્રબળ હતી કે તે મને કહેતા કે તમે દાદર, ઘાટકોપર, મુલુંદ કે શાંતાક્રુઝ જ્યાં ઊતરે ત્યાં તમને અડચણ ન હોય તે અમે રોજ આવવા તૈયાર છીએ. કોર્ટ હશે ત્યારે પણ હું અને મારા મિત્રો સાંજે તે આવી જ શકીએ છીએ.” મેં જ્યારે જ્યારે હા પાડેલી ત્યારે કદી મેહનભાઈ ગમે તેટલે દૂર અને સાંજે ગમે તેટલું મોડું થાય છતાંય આવ્યા વિના ભાગ્યે જ રહે. કેટ બંધ હોય તે ઘણી વાર, બબ્બે ત્રણ ત્રણ દિવસ શેઠ હરગેવિંદદાસ રામજીને ત્યાં સાથે જ રહે. મેહ નભાઈ પિતાનું કામ સાથે જ લઈને આવતા. એટલે જ્યારે એકલા પડે. ત્યારે પિતાનું કામ કર્યા જ કરે. તેમને જે જે વસ્તુ નવી મળી હોય તેનું વર્ણન કરે, થયેલ અને થતા કામને ખ્યાલ આપે અને અમે કાંઈ ટીકા કરીએ તો મૃદુ જવાબ આપીને અગર ખડખડ હસીને તેની અસર ભૂસી નાખે.
એ પ્રકારની વિદ્યાવૃત્તિ અને સાહિત્યનિષ્ઠાએ જ તેમની પાસે અનેક પ્રકારનું સાહિત્ય તેમ જ ઈતિહાસને લગતું કાર્ય સર્જાવ્યું. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના કાર્યને સ્થાયી કીર્તિકળશ ચડાવનાર કોઈ હોય તો તે મોહનભાઈની અનેક કૃતિઓ જ છે. એમની બધી કૃતિઓ એવી છે કે ભાષા, છંદ, સાહિત્ય, ભંડાર, રાજવંશ, જ્ઞાતિઓ, ગો અને પ્રાચીન નગર-નિગમો આદિ અનેક વિષય ઉપર ઈતિહાસ લખનાર તે કૃતિઓ જોયા વિના કદી પિતાનું કામ પૂરું કરી શકશે નહીં. એ કૃતિઓમાં કોન્ફરન્સના પાક્ષિક અને માસિકમાંના તેમના લેખો, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, જૈન ગૂર્જર કવિઓના ત્રણ ભાગને સમાવેશ થાય છે. તે ઉપરાંત બીજા ઘણું પ્રકાશકે અને સંપાદકેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org