________________
કેટલાંક સંસ્મરણે
[૧૪૧. તેમણે છેવટ લગી સાથ આપે ન હોય. કેન્ફરન્સનું વાર્ષિક અધિવેશન
જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સર્વત્ર તેમની હાજરી હેય જ. આ ઉપરાંત શ્વેતાંબર સમાજને લગતી કે સમગ્ર જૈન સમાજને લગતી કોઈ પણ બાબત હોય તે તેમાં મોહનભાઈ ભાગ લીધા વિના ન રહે. દેખીતી રીતે તેઓ સામાજિક વ્યક્તિ દેખાય, છતાં તેમના મન ઉપર રાષ્ટ્રીયતાની ઊંડી છાપ હતી. મેં સને ૧૯૧૯ ની કડકડતી ટાઢમાં મારવાડના એક સ્ટેશનથી પંજાબ-અમૃતસર જતાં તેમને પૂછ્યું કે “કૅગ્રેસમાં તમને રસ પડે છે?” તેમણે કહ્યું
અવશ્ય. જે કોંગ્રેસના ધ્યેયમાં રસ ન હેત તે આટલી ટાઢમાં પંજાબ ને જાત.” તેમણે ઉમેર્યું કે, “જ્યારથી ગાંધીજીએ કોંગ્રેસનાં સૂત્ર હાથમાં લીધાં છે ત્યારથી તે ગ્રેસ જ તીર્થધામ બની છે. સીધી રીતે કેંગ્રેસનું કામ કરવાની મારી પરિસ્થિતિ નથી તો શું થયું ? પણ એના અધિવેશનમાં જવાથી મને ઘણું બળ મળે છે!” સને ૧૯૩૧ની કરાંચી કોંગ્રેસ ઉપર જતી વખતે હું તેમની સાથે સ્ટીમરમાં હતા. તે વખતે જોઈ શક્લે કેમેહનભાઈને રાષ્ટ્રીયતાને કેટલે રંગ છે. સુધારક વૃત્તિ
સમાજની ઘણું પ્રવૃત્તિઓમાં તેઓ રૂઢિચુસ્ત અને મધ્યમસરના વિચાર ધરાવનાર સાથે બેસતા અને કામ કરતાં. તેથી એ ભાસ થાય એ સ્વાભાવિક છે કે તેઓ રૂઢ પ્રથાના અનુગામી છે. પરંતુ જેઓ તેમને નજીકથી જાણતા હશે તેઓ કહી શકશે કે સામાજિક પ્રવૃત્તિને આગળ ધપાવવા જો કે તેઓ રૂઢિગામી મિત્રો સાથે કામ કરતા, પણ તેમનામાં તેમના બીજા મિત્રો કરતાં સુધારકપણાની વૃત્તિ પ્રબળ હતી. સને ૧૯૨૯ ના પજુસણમાં પજુસણ વ્યાખ્યાનમાળા પ્રસંગે અચાનક તેમનું આગમન અમદાવાદ થયેલું. એકાદ દિવસ એ વ્યાખ્યાનમાળામાં રજૂ કરવામાં આવતા વિચાર સાંભળવાની એમને તક મળી ત્યારે એમણે મને કહ્યું કે, “આવી વ્યાખ્યાનમાળા મુંબઈમાં પણ ચાલે એ જરૂરી છે.” તે ઉપરથી સને ૧૯૩૨માં મુંબઈમાં પણું વ્યાખ્યાનમાળા ચલાવવાનો વિચાર પોષાયો. અને ત્યારથી આજસુધી મુંબઈમાં વ્યાખ્યાનમાળા ચાલુ છે. સને ૧૯૪૪ ના પજુસણમાં જ્યારે મોહનભાઈ છેક નંખાઈ ગયેલા ત્યારે પણ તેઓ વ્યાખ્યાનમાળામાં આવેલા. મુંબઈની વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેમનું એકાદ પ્રવચન તે હોય જ, અને બધાં જ વ્યાખ્યાનોમાં તેમની હાજરી પણ હોય. ઉત્કટ સુધારકની પેઠે તેઓ દરેક નિરર્થક રૂઢિને ખુલ્લંખુલ્લાં વિરોધ ન કરતા, પણ તેમનું વલણ સુધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org