________________
૧૩૮]
દર્શન અને ચિંતન રમમાણ રહેતી અને તૃપ્તિ અનુભવતી. સાહિત્ય, ઈતિહાસ, પુરાતત્વ આદિ અનેક વિષયમાં તેમને રસ હતો અને એ જ એમનું કાર્યક્ષેત્ર હતું. ન ટકે સ્વતંત્ર જીવનવ્યવહાર માટે કરવી પડતી વકીલાત કરતા, પણ તેમને બાકીને બધો સમય અને બધી શક્તિ તે પિતાના પ્રિય વિષયમાં જ તેઓ ખરચતા. મુંબઈ ઉપરાંત અમદાવાદ, પાટણ, ભાવનગર, પાલણપુર, બિકાનેર આદિ અનેક સ્થળોના ભંડારે તેમણે જાતે જોયેલા. અનેક ભંડારોનાં લિસ્ટે મંગાવે, અનેક સ્થળેથી-દૂર દૂરથી લિખિત પથીઓ મંગાવે અને જે જે પિતાને ઉપયોગી દેખાય તેની અને પિતાને ઉપયોગી ન હોય છતાંય અપૂર્વ કઈ વસ્તુ મળી આવે તે તેની પણ તેઓ જાતે નકલે ર્યા જ કરે. મિત્રો કે પરિચિત આવે ત્યારે વચ્ચે વાત પણ કરે, ગપ્પાં પણ ભારે, છતાં તેમનું મુખ્ય લક્ષ્ય તે કોપી કરવામાં, કાંઈક લખવામાં કે પ્રફ જોવામાં જ હોય. દિવસે પ્રવૃત્તિને લીધે અગર બીજાઓની અવરજવરને લીધે જે વિક્ષેપ પડત. તેની પૂરવણી તેઓ રાતે જાગીને જ કરતા અને “યા નિરા સર્વ મૂતાનાં તસ્ય નાગર્તિ સંયમી !” એ ગીતા વાક્યને સાહિત્યસેવાની દૃષ્ટિએ સાચું સાબિત કરતા. એક વાર તેઓ અમદાવાદ આવ્યા અને શહેરમાં ભંડાર જેવા ગયા. ત્યાં જોતાં જોતાં તેમને એક અપૂર્વ વસ્તુ મળી. તેઓ એના આનંદમાં અને ભંડારે જોવાની મળેલી તકને ઉપયોગ કરવામાં એટલા બધા નિમગ્ન થયા કે સાંજે જમવા પાછા ન ફર્યા. મોડે સુધી રાતે ઉતારા કરી ઘેર પાછા આવ્યા ત્યારે અમે તો બધા રાહ જોઈ સૂઈ ગયેલા. તેમણે બારણું ખખડાવ્યું. “આટલું બધું મોડું કેમ થયું ?” એમ જ્યારે અમારામના શ્રી મતીબહેને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે “હું જમીને જ આવ્યો છું, પણ કાંઈક એવી વસ્તુ લાવ્યો છું કે સુખલાલજી જાગે અને જાણે તે મને કદાચ ઇનામ આપે.” મને જગાડવામાં આવ્યું. મેહનભાઈ હસીને કહે-મોડું થયું છે, પણ કાંઈક તમે શોધતા હતા એવી અલભ્ય વસ્તુ લઈ આવ્યો છું.” મેં કહ્યું કે “એવું તે શું લઈ આવ્યા છો ?” “સાંભળે ત્યારે એમ કહીને તેમણે સુઝી સંભળાવી. “સુજલી” માં ઉપાધ્યાય યશોવિજયજીનું જીવનવૃત્ત તેમના જ શિષ્ય આલેખેલું હોઈ તે ઐતિહાસિક દષ્ટિએ બહુ મહત્વની વસ્તુ હતી. એને એક ખંડિત ભાગ કેટલાંક વર્ષો અગાઉ મુનિશ્રી જિનવિજયજીને મળેલ. ત્યારથી બાકીના ભાગ માટે ભારે ઉત્કંઠા જાગી હતી. મોહનભાઈએ પૂર્ણ સુજસવેલી” સંભળાવેલી અને અમે બધા કઈ એક કીમતી રત્ન લાગ્યું હોય તેટલી ખુશીથી તેમને અભિનંદન આપવા લાગ્યા. અને છેવટે ઈનામમાં મેહનથાળ ખવડાવી મેહનભાઈને સત્કાર્યો. મુંબઈમાં તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org