________________
૧૩૬]
દર્શન અને ચિંતન ઉત્તરોત્તર વધતી પણ ગઈ હતી. મેહનભાઈ હમેશાં કહેતા કે પ્રેમીજી જેટલા સરળ છે તેટલા જ અસાંપ્રદાયિક અતિહાસિક દષ્ટિવાળા પણ છે. પ્રેમીજીની નિખાલસવૃત્તિ અને સાહિત્યિક તેમ જ આ તહાસિક ઉપાસનાએ જ મેહનભાઈને આકર્ષેલા. મુનિશ્રી જિનવિજયજી પૂનામાં જ્યારે સાહિત્યનું અને અતિહાસિક સંશોધનનું કામ કરતા ને સાધુવેષમાં હતા ત્યારે મેહનભાઈ તેમના કામથી આકર્ષાઈ ત્યાં જતા અને તેમની પાસેથી ઘણું નવું જાણી પ્રેરણા મેળવતા. સ. ૧૯૨૦ માં મુનિશ્રીએ સાધુવેષને પરિત્યાગ કર્યો ત્યારે કેટલાયે તેમના પ્રથમ પરિચિત મિત્રો ચમક્યા અને કાંઈક ઉદાસીન જેવા પણ થઈ ગયા. છતાં મોહનભાઈનો મુનિજી પ્રત્યે સભાવ અને સ્નેહ ઘટવાને બદલે ઉત્તરત્તર વધતો જ ગયો. જેમ જેમ તેઓ મુનિજીના સ્વભાવ અને સાહિત્યિક, ઐતિહાસિક કાર્યોથી વધારે ને વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેમનું સુનિજી પ્રત્યેનું આકર્ષણ વધતું જ ગયું. તે એટલે સુધી કે તેઓ અમદાવાદ આવે તો મુનિજીના જ અતિથિ બને, અને મુંબઈમાં અનિછ આવી ચડે કે ગમે ત્યાંથી મોહનભાઈ તેમને મળવા પહોંચી જ જાય. મોહનભાઈએ અનેક વાર કહેલું કે “મુનિજી! તમે જ્યારે ક્યાંય પણ પ્રવાસ કરે ત્યારે મને જરૂર સૂચવશો. કોર્ટની રજા હશે તો હું તેને ઉપગ તમારી સાથે દિવસે ગાળવામાં જ કરીશ. એથી મને મારા પ્રિય કાર્યોમાં ઉપયોગી થાય એવી ધણી વસ્તુઓ જાણવા મળશે. અને હું એકલો તો પ્રવાસ કરી પણ ન -શકું.” એ જ વૃત્તિથી પ્રેરાઈ સને ૧૯૨૪માં બેલગામ કોંગ્રેસ વખતે મેહનભાઈ પ્રવાસમાં સાથે જોડાયા અને વચ્ચે જ્યાં જ્યાં ઐતિહાસિક સ્થળે જોવા ઊતરવાનું બનતું ત્યાં સાથે જ રહેતા. ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સાહસિક પ્રવૃત્તિ, સિંધી સિરીઝની પ્રવૃત્તિ અને છેલ્લે છેલ્લે ભારતીય વિદ્યાભવનની વિવિધ વિદ્યાપ્રવૃત્તિથી મોહનભાઈ કેટલે ઉલ્લાસ અનુભવતા અને કેટલે રસ લેતા તેને હું સાક્ષી છું.
મેહનભાઈએ ઉલ્લાસ અને રસના પ્રતીકરૂપે ભારતી વિદ્યાભવન સિંધી સિરીઝમાં એક ઐતિહાસિક મહત્ત્વનો ગ્રંથ માનવાળચરિત સંપાદિત કરી આપે છે, અને તેની વિસ્તૃત માહિતીપૂર્ણ અંગ્રેજી પ્રસ્તાવના લખી તેમણે પિતાનું કાયમી સ્મરણ રાખ્યું છે. મોહનભાઈ સામાજિક લેકે સાથે રહી સમાજનાં કામ કરતા, કેટલીક સામાજિક રૂઢિઓને અનુસરતા, પણ તેમને તેનું બંધન નહોતું. એમને બંધન હોય તો તે હતું એક માત્ર સગુણઉપાસનાનું. તેથી જ તેઓ ગાંધીજીને એક મહાન પેગંબર તરીકે લેખતા અને તેમનાં સત્ય-અહિંસામૂલક લખાણ વાંચ્યા વિના કદી જંપતા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org