________________
૧૩૪]
દર્શન અને ચિંતન તેઓ તે પ્રવૃત્તિના મંત્રી હતા એમ મને પાછળથી માલુમ પડ્યું.
પ્રથમ સમાગમ વખતે કાન્તનો પરીક્ષક રૂપે કડક છતાં નેહાળ સ્વભાવ હોય એવું મને ભાન થયું. પણ કદી નહિ સાંભળેલા અને નહિ વાંચેલા એ કાન્તના બહુમતપણે વિષે અને ઊંડા ભનન વિષે મારા મનમાં આદર ઊભરાયે. મને થયું કે વ્યાપારપ્રધાન અને અંગ્રેજપ્રધાન ગુજરાતમાં પણ શાસ્ત્રની વિવિધ શાખાઓનું ઊંડુ પરિશીલન કરનાર કોઈ કોઈ મસ્ત ક્યાંક ક્યાંક ખૂણેખાંચરે પડથા છે ખરા. કાન્તમાં બહુશ્રતપણું અને ગંભીર મનન ઉપરાંત જિજ્ઞાસા તેમ જ પરીક્ષક દૃષ્ટિ હતાં એ મને પ્રથમ સમાગમને પરિણામે ક્રમે ક્રમે વધારે સ્પષ્ટ થયું.
બીજા સમાગમને પરિણામે મને એમ ભાન થયું કે આ કેઈન મનનશીલ અલખાવે છે. વાત કરતાં અને બોલતાં પણ તેમનું ચિંતન-- શીલત્વ સામા ઉપર અસર પાડે છે એ મને વધારે સ્પષ્ટ થયું. ત્રીજી વાર મારે મુખ્ય વક્તારૂપે ધર્મ અને વ્યવહારના સંબંધ વિષે બોલવાનું હતું. સભાપતિ એક સુંદર સ્વભાવી વિદ્વાન મૌલવી હતા. સભાના ઉપસંહારમાં મંત્રી તરીકે કાન્ત જ્યારે બેલવા ઊભા થયા ત્યારે તેઓના પૂરી પાંચ મિનિટ પણ નહિ એવા ટૂંકામાં ટૂંકા ભાષણ વખતે હું ખરેખર સમાધિનિમગ્ન થઈ ગયો. એક પણ વાક્ય વધારે કે ઓછું નહિ. ભાષામાં કે વિચારમાં જરાયે અસંબદ્ધતા નહિ. કથનને એક પણ અંશ અપ્રસ્તુત કે અરૂચિકર નહિ. ઉચ્ચાર કે ધ્વનિમાં કૃત્રિમતા નહિ, જાતિ કે સંપ્રદાયને મિથ્યા મોહ નહિ. સત્ય કથનમાં સંકોચ કે ભથે નહિ. આ તેઓની વિશેષતા અને તે વખતે અને પાછળનાં સ્મરણથી ક્રમે ક્રમે વધારે સ્પષ્ટ થઈ. મને એમ પણ લાગે છે કે મેં જેટલા ગુજરાતી વક્તાઓને સાંભળ્યા છે તેમાં કાન્તનું સ્થાન કાંઈક નિરાળું જ છે.
આ બધા ઉપરાંત છેલ્લા બે સમાગમોએ મારા ઉપર જે વધારે ઊંડી છાપ પાડી તે તેઓની રાષ્ટ્રીયતા વિષેની. કે તેઓ હતા કવિ, લેખક, મનનશીલ સાહિત્ય સેવી અને પ્રકૃતિ તથા પ્રકૃતિ પરના તત્વના ગષક, છતાં તેઓમાં ગુણજ્ઞતા, સમયજ્ઞતા અને નમ્રતા વિલક્ષણ રીતે એકત્ર મળેલા હતાં. તેઓ ગાંધીજીની અહિંસાષણું અને રાષ્ટ્રદેશમાં વિચારપૂર્વક મુગ્ધ થયેલા એમ મને સ્પષ્ટ જણાયું. ખાદી તેઓને મન કિનખાબ, અતલસ, કે ઝીકથી પણ વધારે પ્રાણપ્રદ તેમ જ મહત્ત્વની વસ્તુ હતી એ એક જ વાત તેઓની સમયજ્ઞતા સમજવા માટે બસ છે.
-પ્રસ્થાન. જયેષ્ઠ ૧૯૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org