________________
સ્મૃતિપર
[૧૨૯
તેમના પ્રત્યેના વિશિષ્ટ આદરની છાપ પડી છે. આટલા બધા વ્યવસાયા અને વિવિધ પ્રવૃત્તિએ વચ્ચે તે કેટકેટલું વાંચે અને લખે છે તે મને હમેશાં હેરત પમાડતુ. એમના મકાને કયારેક જતા તે જાણુ થતી કે તેઓ કેટકેટલાં પુસ્તકા સંધરે અને વાંચે છે. સાંજે મરીનડ્રાઇવ ઉપર ફરવા જતા હાઉ તે કાટમાંથી પાછા ફરતાં મળે તે હસીને કાંઈ ને કાંઈ વાત કરે, અને કહે કે આટલું ચાલીને આવું છું તેથી વ્યાયામ પણ મળી રહે છે તે વિચારા કરવાની તક પણ મળે છે. તેમની ટીકા પણ મેં તેમની સામે કેટલીક વાર કરી હશે. પણ મને યાદ છે કે મેં તેમને રાષ જોયા નથી. એક વાર હું હાસ્પિટલમાં હતા. ઑપરેશન થયેલું. મને વ્યથામાં જોઈ એક વિસે તેમણે હ્યુ` કે-અત્યારે જ સમાધિના સમય છે. જ્યારે તે પક્ષાધાતથી પીડાયેલા ને કાંઈક સ્વસ્થ થયા ત્યારે હું તેમને મળવા ગયા. મેં વળી મારી ઢબે એ જ સમાધિની અને સમાધિમરણની વાત કાઢી કે હવે તમારા પરીક્ષાસમય છે.
આજે જ્યારે તેમના વિષેનાં મારાં આછાં અને પાંખાં સ્મરણા આલેખુ છું ત્યારે તેમની મધુર હાસ્યમૂર્તિ અને મારા પ્રત્યેના નિખાલસ વ્યવહાર તેમ જ તેમની અનેક ક્ષેત્રોમાં કામ કરવાની હાંશ અને તાલાવેલી એ બધું માનસ પટ-ઉપર અંકિત થાય છે.
કોન્ફરન્સની ઑફિસમાં કેટલાક કામસર જવું પડતું અને ત્યાં મિટિંગ હાય તા હાજર પણ રહેતા. એમાં જે કામને સબંધ શ્રી મેાતીચ ંદભાઈ સાથે આવતા તેમાંથી એકકે કામને તેમણે ટાળ્યું. હાય કે બેદરકારી બતાવી હાય એમ મને યાદ નથી. ઘણાં વર્ષ અગાઉ તેમના વિષે જે મારા અભિપ્રાય અધાયેલો કે તે વિધાયક પ્રકૃતિના છે તે જ તેમના જીવનમાંથી જોવા પામ્યા છું.
–શ્રી જૈન ધર્મ પ્રકાશ, વૈશાખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org