________________
આવે તે આટલો આઘાત કેમ?
[૧૧૦ એને જે ઉત્તર મળી રહ્યો તે જ આ સ્થળે ડે. મેઘાણી પ્રત્યેની શ્રદ્ધાંજલી રૂપે લખી નાખું છું.
છેવટને ઉત્તર મનમાંથી એ મળે કે ડે. મેઘાણીના સદ્ગણોને જે ડેઘણો પરિચય થયેલે તેનું તાજું થયેલું સ્મરણ આ વિષાદને તીવ્ર બનાવી રહ્યું છે. તેથી તેમની સાથેની મારી પરિચયથા જ ટૂંકમાં અને આપવી યોગ્ય ધારું છું.
૧૯૩૧ની કરાંચીની કોંગ્રેસથી પાછો ફરી મુંબઈ આવ્યા ને અણુધારી રીતે ડે. મેઘાણીને ત્યાં જ રહેવાનું બન્યું. તે વખતે તેઓ જકરિયા મરિજદની આસપાસ રહેતા. ઘેર તે પોતે ને તેમના નાનાભાઈ પ્રભુદાસ એ બે હતા. તેમના ઘરને એકાંતવાસ મને વાચન-ચિંતનમાં અનુકૂળ હતો તેથી જ હું ત્યાં રહેલો. ત્યાં સૂવા-બેસવા ને ચા-પાણી પૂરતો જ વ્યવહાર રાખે. ડૉક્ટર મેઘાણીએ મને પ્રથમ પરિચયે જ કહ્યું હતું કે જે કે અત્યારે ઘરવાળા કેઈ નથી, છતાં જે અમારા માટે ખાવાનું બને છે તેમાં તમે ખુશીથી ભાગીદાર બની શકે છે. ડોકટરના દિવસને મોટો. ભાગ તેમની ફરજ તેમ જ તેમને ચાહનાર પરિચિત દર્દીઓને ઈલાજ કરવા વગેરેમાં પસાર થતે. દિવસમાં બહુ થડે વખત અમે બન્ને ક્યારેક સાથે બેસવા પામતા; પણ રાતના જરૂર બેસતા. હું તેમને તેમના અનુભવની વાત પૂછતે ને કદી નહિ સાંભળેલ કે નહિ અનુભવેલ એવી દુ:ખી દુનિયાની વાતે તેમને મોઢેથી સાંભળતો. આમ તો ડોકટર સાવ ઓછાબોલા પણ હું તેમને ચૂપ રહેવા દેતા નહિ. શરૂઆતમાં મેં એટલું જ જાણ્યું કે ડોકટર મેઘાણીને ગરીબ, દલિત ને દુઃખી માનવતાને. અનુભવ જેટલે સાચે છે તેટલે જ તે ઊંડે પણ છે. ધીરે ધીરે મને માલૂમ પડેલું કે તેમણે તે “જાગૃતિ” પત્ર દ્વારા આ વિષે ખૂબ લખેલું પણ છે. થોડા જ વખતમાં હું એ પણ જાણવા પામ્યો કે, ડોકટરનો મને વ્યાપાર માત્ર કચડાયેલ માનવતાના થનો અનુભવ કરવામાં કે તેને માત્ર લખી કાઢવામાં વિરામ નથી પામત; પણ તેઓ એ દુઃખ પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ ધરાવે છે કે તેને ઓછું કરવામાં પોતાથી બનતું બધું કરી છૂટવા તેઓ મથે છે.
વેશ્યાના લત્તાઓમાં કે અતિ ગરીબ મજૂરની ઝૂંપડીઓમાં તેઓ પિતાની ફરજને અંગે જતા, પણ તે માત્ર નોકરી બજાવવાના દેખાવ 'પૂરત જ ઉપરઉપરનો રસ ન લેતાં તેની સ્થિતિનાં ઊંડાં કારણો તપાસતા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org