________________
૯૬]
દર્શન અને ચિંતન અને અભ્યાસની જાગૃતિ છે. એમણે મળેલ વારસામાં આટલે ઉમેરે કરી હવે પછી આચાર્યપદે આવનાર વ્યક્તિઓને સૂચવી આપ્યું કે જેનશાસનની ખરી સેવા દત્તક લીધેલ ગ્રંથી અગર ખરીદેલ પદવીઓથી નહિ થાય. (ર) એમની જગ્યા કેણ લઈ શકે?
એ પ્રશ્નનો ઉત્તર એ જ આજની સમસ્યાનો ઉકેલ છે. જેનામાં સ્વતંત્ર બુદ્ધિ વિનાની શ્રદ્ધા એટલે આજકાલ ચાલતી વ્યાખ્યા પ્રમાણે આસ્તિકતા માત્ર હશે અને ચિકિત્સા કરવાની, દેશકાળ પ્રમાણે પૂરવણી કરવાની, નવાં બળો પચાવવાની અને કિંમતી જૂનાં બળે સાચવવાની, એક પણ બાધક બંધન સ્વીકાર્યા સિવાય–સંકુચિતતા રાખ્યા સિવાય બધી વિદ્યાઓને અપનાવવાની અને બદલાતા સંયોગો પ્રમાણે નવા નવા યોગ્ય ઈલાજ લેવાની નાસ્તિકતા જેનામાં નહિ હોય તે જ આચાર્યપદે આવશે તે પણ ભાવિ ધર્મસમાજ ઘટનામાં તેનું સ્થાન કશું જ નહિ હોય. મહારાજશ્રીને પદે આવનારમાં લયમાન અને વ્યાકાબી જેવી વિદ્યાનિકા તથા ચિકિત્સાશક્તિ જોઈશે. આ આનંદશંકર ધ્રુવ કે ડૉ. શીલ જેવો તારિવક અને તટસ્થ વિશાળ અભ્યાસ જોઈશે, કવિ ટાગોરની કલ્પનાશક્તિ જોઈશે અને ગાંધીજીની નિર્ભયતા તેમ જ નિખાલસતા જોઈશે. આટલા ગુણ ઉપરાંત એમનું સ્થાન લેવા ઈચ્છનાર અને જૈન સમાજને જીવિત રહેવામાં ફાળો આપવા ઈચ્છનાર વ્યક્તિમાં પંચને નહિ પણ અંદરને ત્યાગ જોઈશે. એનામાં કાઈટની સેવાભાવનાની તપસ્યા અને એનીબિસેંટનો “આગળ વધો ને ઉત્સાહ જોઈશે. પોતાની પરિસ્થિતિમાં રહી નવા નવા માર્ગે જવાની અને તે દ્વારા જ્ઞાન અને ત્યાગની સમૃદ્ધિ વધારવાની શક્તિ જોઈશે.
જયંતીની પુષ્પાંજલિ માત્ર ગુણાનુવાદમાં પૂરી થાય છે પણ તેથી જે જે કૃત્રિમતા–અવાસ્તવિકતાને કચરો એકઠો થવાનો સંભવ ઊભો થાય છે તે લાભના પ્રમાણમાં બહુ જ મટે છે. તેથી કોઈ પણ પૂજ્ય વ્યક્તિની જયંતી વખતે ગુણાનુવાદમાં ભાગ લેનાર ઉપર યથાર્થતા સામે દૃષ્ટિ રાખવાની ભારે જવાબદારી ઊભી થાય છે. એ વાત ધ્યાનમાં રાખી મારે કહેવું જોઈએ કે મહારાજશ્રીએ બહુશ્રતપણાની ગંગા શરૂ કરી છે તે નવી પરિસ્થિતિ જોતાં માત્ર ગંગોત્રી છે અને સંપ્રદાયની ભૂમિકા ઉપર ઊભા રહી તેમણે જે સંશોધનવૃત્તિ તેમ જ ઐતિહાસિકવૃત્તિ દાખવી છે તે ભાવી સંશોધક અને ઐતિહાસિકોને ઈતિહાસને મહેલ બાંધવા માટે પાયામાં મૂકાતા એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org