________________
આચાર્ય જિનવિજયજી
[૧૦૫ વીસેક ગ્રંથે સંપાદિત કર્યા છે. પ્રાચ્યવિદ્યાપરિષદમાં “હરિભકરિનો સમયનિર્ણય” એ ઉપર એમણે એક લેખ વાંચ્યો જેથી પ્રખર વિદ્વાન યાકેબીને પણ પિતાને અભિપ્રાય આયુષ્યમાં પહેલી જ વાર બદલાવ પડ્યો છે. જૂના દસ્તાવેજો, શિલાલેખે, સંસ્કૃત, પ્રાકૃત કે જાની ગુજરાતીને ગમે તે ભાષાના લેખે તેઓ ઉકેલી શકે છે અને વિવિધ લિપિઓને તેમને બેધ છે. ખારવેલ શિલાલેખ બેસાડવામાં પ્રો. જયસ્વાલે પણ તેમની સલાહ અનેકવાર લીધી છે. તેમને શિલ્પ અને સ્થાપત્યની ઘણી માહિતી છે. પર્યટન કરીને પશ્ચિમ હિંદની ભૂગોળનું તેમણે એવું સારું નિરીક્ષણ કર્યું છે કે જાણે જમીન તેમને જવાબ દેતી હોય તેમ તેઓ ઈતિહાસના બનાવો તેમાંથી ઉકેલી શકે છે. પુરાતત્ત્વમાં પણ તેમણે એક પ્રાચીન ગુજરાતી ભાષાને
ગદ્યસંદર્ભ” સંપાદિત કર્યો છે. કોઈ પણ ચાલુ ભાષાના એના જેટલા જૂના ગ્રંથ હિંદમાં વિરલ જ છે. ઉપરાંત ગુજરાતના ઇતિહાસનાં સાધનોના Jથે બહાર પાડવા માંડ્યા છે, જે કામ તેઓ જર્મની જઈ આવ્યા પછી વધારે વેગથી આગળ ચલાવશે.
તેમણે ચલાવેલ જૈન સાહિત્ય સંશોધક નામના ત્રમાસિક પત્રનું બીજું વર્ષ પૂરું થવા આવે છે. જૈન સમાજના કેઈપણ ફિરકામાં એ કેટિનું પત્ર અદ્યાપિ નીકળ્યું નથી. એ પત્ર જૈન સાહિત્યપ્રધાન હોવા છતાં તેની પ્રતિષ્ઠા જૈનેતર વિદ્વાનોમાં પણ ઘણી છે. તેનું કારણ તેમની તટસ્થતા અને ઐતિહાસિક નિષ્ણાતતા છે. જૈન સમાજના લેકે તેમને જાણે છે તે કરતાં જૈનેતર વિદ્વાનો તેમને વધારે પ્રમાણમાં અને માર્મિક રીતે પિછાને છે.
જો કે જૈન સમાજ તદ્દન રૂઢ જેવો હોવાથી બીજા બધા લેકે જાગ્યા પછી જ પાછળથી જાગે છે, છતાં સંતોષની વાત એ છે કે મેડ મેડા પણું તેનામાં વિદ્યાવૃત્તિનાં સુચિહ્નો નજરે પડવા લાગ્યાં છે. એક તરફથી, અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વસ્તુમાત્રને બહિષ્કાર કરવા તત્પર એ સંકીર્ણ વર્ગ, જે મુંબઈમાં રહે છે તે જ મુંબઈમાં, બીજે વિદ્યાચિ અને સમયસૂચક જૈન વિદ્વાન વર્ગ પણ વસે છે. વિદાયગીરીના મિત્રોએ કરેલા છેલ્લા નાનકડા મેળાવડા પ્રસંગે મેં જે દશ્ય અનુભવ્યું તે જૈન સમાજની ક્રાન્તિનું સૂચક હતું. જે લેકે આચાર્ય જિનવિજયજીને આજ સુધી બળવાખોર માની તેમનાથી દૂર ભાગતા અગર તે પાસે જવામાં પાપનો ભય રાખતા તેવા લેકે પણ તેમની વિદાયગીરીના મેળાવડા પ્રસંગે ઉપસ્થિત થઈ સાક્ષી પૂરતા હતા કે હવે જૂનું કાશ્મીર અને જૂની કાશી એ વિદેશમાં વસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org