________________
૧૦૪]
દર્શન અને ચિંતન ચાલુ જ રહ્યું. અનેક દિશાઓમાં તેમની કાર્ય કરવાની વૃત્તિ તેમના પરિચિતો જ જાણે છે. તેમને પ્રિય વિષય પ્રાચીન ગુજરાતનો ઈતિહાસ અને ભાષા એ છે. તેને અંગે તેમણે જે જે ગ્રંથે છપાવવા શરૂ કર્યો તેમાં તેમને જર્મન ભાષાના જ્ઞાનની ઊણપ બહુ જ સાલવા લાગી અને સંગ મળતાં એ જ વૃત્તિએ તેમને જર્મની જવા પ્રત્સાહિત કર્યા. તેમના ઉત્સાહને તેમના આત્મણ વિદ્યાપ્રિય મિત્રોએ વધાવી લીધો. એક બાજુ મિત્રો તરફથી પ્રેત્સાહન મળ્યું અને બીજી બાજુ ખુદ મહાત્માજીએ એમની વિદેશ ગમનની પ્રવૃત્તિને સપ્રેમ સીંચી. દરમિયાન જર્મન વિદ્વાનો અહીં આવી ગયા. તેમની સાથે નિકટ પરિચય થઈ ગયો. બીજી બાજુ તેમની અતિહાસિક ગષણાથી -સંતુષ્ટ થયેલ છે. યાકોબીએ તેમને પત્રકાર જર્મની આવવા આકર્ષ્યા અને લખ્યું કે તમે જલદી આવો. તમારી સાથે મળી હું અપભ્રંશ ભાષામાં અમુક કામ કરવા ઈચ્છું છું,
આ રીતે આંતરિક જિજ્ઞાસા અને સાહસની ભૂમિકા ઉપર બહારનું અનુકૂળ વાતાવરણ રચાયું અને પરિણામે જૈન સાધુષનાં રહ્યાંસહ્યાં ચિહ્નોનું વિસર્જન કરી તેમણે અભ્યાસ માટે યુરેપગ્ય નવીન દીક્ષા લીધી.
વાચક જોઈ શકશે કે આ બધાં પરિવર્તનની પાછળ તેમને ધ્રુવ સિદ્ધાન્ત વિદ્યાભ્યાસ એ જ રહ્યો છે. જૈન તત્વજ્ઞાનમાં કહ્યું છે, કે પ્રત્યેક વસ્તુમાં ધૃવત્વ સાથે ઉત્પાદ અને નાશ સંકળાયેલ છે. આપણે આ સિદ્ધાન્ત આચાર્ય જિનવિજયજીના જીવનને અંગે બાબર લાગુ પડેલે જોઈ શકીએ છીએ. છેક નાની ઉંમરથી અત્યાર સુધીમાં તેમનાં ક્રાન્તિકારી અનેક પરિવર્તનમાં તેમનો મુખ્ય પ્રવર્તક હેતુ એક જ રહ્યો છે, અને તે પિતાના પ્રિય વિષયના અભ્યાસનો. એ તે કોઈ પણ સમજી શકે તેમ છે કે જે તેઓ એકને એક સ્થિતિમાં રહ્યા હેત તે જે રીતે તેમનું માનસ વ્યાપકપણે ઘડાયેલું છે તે કદી ન ઘડાત અને અભ્યાસની ઘણી બારીઓ બંધ રહી જાત, અથવા -સહજ વિકાસગામી સંસ્કારે ગૂંગળાઈ જાત.
આજકાલની સામાન્ય માન્યતા છે કે ઉચ્ચ અભ્યાસ તે યુનિવર્સિટીની કોલેજોમાં અને તે પણ અંગ્રેજી ઑફેસરનાં ભાષણ સાંભળીને જ થઈ શકે; અને એતિહાસિક ગષણ તે આપણે પશ્ચિમ પાસેથી શીખીએ તે જ શીખાય. આચાર્ય જિનવિજયજી કોઈ પણ નિશાળે પાટી પર ધૂળ નાખ્યા વગર હિંદી, મારવાડી, ગુજરાતી, દક્ષિણી ભાષાઓમાં લખી-વાંચી-બેલી શકે છે અને બંગાળી પણ તેમને પરિચિત છે. આટલી નાની વયમાં તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org