________________
આચાય જિનવિજયજી
[૧૦૩
કારના ભંડાણના દિવસેા આવ્યા, અને તેમની વધુ વિશાળ કાર્યક્ષેત્ર શેાધવાની વૃત્તિને જોઈતું નવું કાર્યક્ષેત્ર મળી આવ્યું. આ એમને ત્રીજો મંથનકાળ. અને તે સૌથી વધારે મહત્ત્વને. કારણ, આ વખતે કાંઈ નાની ઉમરમાં જૈન સાધુવેષ ફેંકી દીધે! તેવી સ્થિતિ ન હતી. અત્યારે તેઓ જૈન અને જૈનેતર વિદ્વાનામાં એક પ્રસિદ્ધ લેખક તરીકે જાણીતા થયા હતા. જૈન સાધુ તરીકેનું જીવન સમાપ્ત કરવું અને નવું જીવન શરૂ કરવું, તે કેમ અને કેવી રીતે તથા શા માટે એ વિકટ પ્રશ્નોએ ધણા દિવસ તેમને ઉજાગરા કરાવ્યા.
ઉજાગરાનાં આ કારણેામાં એક વિશેષ કારણ હતું જે તેાંધવા યેાગ્ય છે. પિતા તે પહેલાં ગુજરી ગયેલા તેની તેમને ખબર હતી. પણ માતા જીવિત તેથી તેમનું દન કરવું એ ઇચ્છા પ્રબળ થઈ હતી. એકવાર તેઓએ મને કહેલુ કે ' હું માને કદી જોઈ શકીશ કે નહિ ! અને જાઉં તે માતાજી ઓળખશે કે નહિ ? શું મારે માટે એ જન્મસ્થાન તદન પુનર્જન્મ જેવું થઈ ગયું નથી ? સ્વપ્નની વસ્તુ જેવી પણ જન્મસ્થાનની વસ્તુ મને આજે સ્પષ્ટ નથી. ’ માતાને મળવા ટ્રેનમાં બેસવાનું જે પગલું ભરી શકયા નહિ તે પગલું રાષ્ટ્રીયતાના મેાજાના વેગમાં ભર્યું. જૈન સાધુજીવનનાં બંધનો છેડી દેવાના પોતાને નિશ્ચય તેમણે વમાનપત્રમાં પ્રસિદ્ધ કર્યાં અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના સાથે પુરાતત્ત્વ મંદિરની યેજનાને અંગે તેમને અમ દાવાદ ખાલાવ્યા ત્યારે તેએ રેલવે ટ્રેનથી ગયા અને ત્યારથી તેમણે રેલવેવિહાર શરૂ કર્યાં છે. મહાત્માજીએ અને વિદ્યાપીઠના કાર્યકર્તાઓએ તેમની પુરાતત્વ મંદિરમાં નીમણૂક કરી અને તેમના જીવનના નવા યુગ શરૂ થયો. જૈન સાધુ મટી તે પુરાતત્ત્વ મંદિરના આચાર્ય થયા.
મંદિર શરૂ કરવાના કામમાં તે માતાજીને મળવા તરત તેા ન જઈ શક્યા, પણ એકાદ વર્ષ પછી ગયા ત્યારે માતાજી વિદેહ થયેલાં. જિવિજયજી આ આધાતથી રડી પડ્યા. જિનવિજયજીએ સંસાર પરાક્ર્મુખ સન્યાસનાં આટલાં વરસ ગાળ્યાં છે પણ તેમનામાં માનવતાના સર્વ કુમળા ભાવેા છે. તેમને અનુયાયીઓ કરતાં સહૃદય મિત્રા વધારે છે તેનું આ કારણ છે.
લગભગ આઠે વર્ષના પુરાતત્ત્વ મંદિરના કાર્યકાળ દરમિયાન તેની ભાવના અને વિચારણામાં તેમના ક્રાન્તિકારી સ્વભાવ પ્રમાણે માટું પરિવર્તન થયું.
પુરાતત્વ મંદિરને મહત્ત્વના પુસ્તકસંગ્રહ મુખ્યપણે તેમની પસંદગીનું પરિણામ છે. અહીં' આવ્યા પછી પણ તેમનું વાચન અને અવલોકન સતત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org