________________
[૯
આચાર્ય જિનવિજયજી પગની રેખા જોઈને એ યતિએ તેમના પિતા પાસેથી તેમની માગણી કરી. ભક્ત પિતાએ વિદ્યાભ્યાસ માટે અને વૃદ્ધ ગુરુની સેવા માટે ૮-૧૦ વરસના કિસનને યતિની પરિચર્યામાં મૂક્યા. જીવનના છેલ્લા દિવસમાં યતિશ્રીને કઈ બીજા ગામમાં જઈ રહેવું પડ્યું. કિસન સાથે હતો. યતિજીના જીવન અવસાન પછી કિસન એક રીતે નિરાધાર સ્થિતિમાં આવી પડ્યો. માબાપ દૂર, અને યતિના શિષ્ય પરિવારમાં જે સંભાળનાર તે તદન મૂર્ખ અને આચારભ્રષ્ટ. કિસન રાતદિવસ ખેતરમાં રહે, કામ કરે અને છતાં તેને પેટપૂરું અને પ્રેમપૂર્વક ખાવાનું ન મળે. એ બાળક ઉપર આ આફતનું પહેલું વાદળું આવ્યું અને તેમાંથી જ વિકાસનું બીજ નંખાયું. કિસન બીજા એક મારવાડી જૈન સ્થાનકવાસી સાધુની સેબતમાં આવ્યો. એની વૃત્તિ પ્રથમથી જ જિજ્ઞાસાપ્રધાન હતી. નવું નવું જેવું, પૂછવું અને જાણવું એ તેને સહજ સ્વભાવ હતે. એ જ સ્વભાવે તેને સ્થાનકવાસી સાધુ પાસે રહેવા પ્રેર્યો. જેમ દરેક સાધુ પાસેથી આશા રાખી શકાય તેમ તે જૈન સાધુએ પણ એ બાળક કિસનને સાધુ બનાવ્યો. હવે એ સ્થાનકવાસી સાધુ તરીકેના જીવનમાં કિસનને અભ્યાસ શરૂ થાય છે.
એમણે કેટલાક ખાસ જૈન ધર્મ-પુસ્તક ડા સમયમાં કંઠસ્થ કરી લીધાં અને જાણું લીધાં; પરંતુ જિજ્ઞાસાના વેગના પ્રમાણમાં ત્યાં અભ્યાસની સગવડ ન મળી. અને પ્રકૃતિ સ્વાતંત્ર્ય ન સહન કરી શકે એવાં નિરર્થક રૂઢિબંધન ખટક્યા. તેથી જ કેટલાંક વર્ષ બાદ ધણું જ માનસિક મંથનને અને છેવટે એ સંપ્રદાય છોડી જ્યાં વધારે અભ્યાસની સગવડ હોય તેવા કઈ પણ સ્થાનમાં જવાને બલવાન સંકલ્પ કર્યો.
ઉજયિનીનાં ખંડેરમાં ફરતાં ફરતાં સંધ્યાકાળે સિમાને કિનારે તેણે સ્થાનકવાસી સાધુવેષ છોડ્યો. અને અનેક આશંકાઓ તેમ જ ભયના સખત દાબમાં રાતોરાત જ પગપાળા ચાલી નીકળ્યા. મોઢે સતત બાંધેલ મુમતીને લીધે પડેલ સફેદ ડાઘાને કોઈ ન ઓળખે માટે ભૂંસી નાખવા તેમણે અનેક પ્રયત્ન કર્યો. પાછળથી કોઈ ઓળખી પકડી ન પડે માટે એક બે દિવસમાં ઘણું ગાઉ કાપી નાખ્યા. એ દોડમાં રાતે એકવાર પાણી ભરેલ કૂવામાં તેઓ અચાનક પડી ગયેલા.
રતલામ અને તેની આજુબાજુનાં પરિચિત ગામમાંથી પોતાની જાતને બચાવી લઈ ક્યાંક અભ્યાસગ્ય સ્થાન અને સગવડ શોધી લેવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org