________________
૯૨ ]
દેશન અને ચિંતન
ઉપવાસેા શરૂ થયા. દિવસની નોંધ ચૂનીલાલ અમને કાશીમાં માલે અને જરૂરી સાધન કાશીથી પૂરાં પડાય.
કૌશાંખીએ વચન લીધેલું કે, આ અનશનના સમાચાર તેમનાં પુત્રપુત્રીઓ વગેરેને ન આપવા અને અન્યત્ર પ્રચાર પણ ન કરવા. પરંતુ એ વાત થેડી જ છાની રહે ? છેવટે દિલ્હી સુધી વાત પહેાંચી. શ્રી. પુરુષોત્તમ ટંડનનજી વગેરેની વિનવણીએ વ્યથ ગઈ. ગાંધીજી તરફથી ઉપવાસ ધ કરવા માટે આવતા તારા પણ વ્યર્થ ગયા. ગાંધીજીએ સૂચના આપી કે, કૌશાંબીજી તેમને દિલ્હીમાં મળે. જવાબમાં કૌશાંબીજીએ જણાવ્યું કે, જો તમે મને અહીં આવીને અનશનની અયાગ્યતા સમજાવશે, તો હું છેાડી દઈશ. પણ તે વખતે એક ક્ષણ માટે પણ ગાંધીજી દિલ્હી છેાડી શકે તેમ ન હતું. આ રીતે ઉપવાસેા લખાતા ગયા. કૌશાંબીજીને કેટલાક દિવસો પછી વેદના પણ થવા લાગી. છેવટે ગાંધીજીની વિતિને માન આપી, ધણું કરી ઓગણીસમા દિવસે તેમણે અનશનથી દેહત્યાગના વિચાર પડતો મૂકયો. તેમને પારણું કરાવ્યું અને મિત્રો તેમને કાશીમાં લઈ આવ્યા.
કાશીમાં તેમની પરિચર્યો કરનાર અનેક હતા. અધ્યાપક પવારને ત્યાં તે રહેતા. તેઓ કહેતા કે, જવા લાયક સ્વાસ્થ્ય આવે તેા મુંબઈ જઈશ અને ત્યાંથી વર્ષી. એ પ્રમાણે તેમણે છેવટે વર્ષી પાસે સેવાગ્રામમાં જ જીવન પૂર્ણ કર્યું. છેવટના દિવસોમાં કાકાસાહેબની ચેાજના પ્રમાણે આશ્રમવાસીઓએ તેમની સંપૂર્ણ પરિચર્યા કરી.
'
તેમણે પાર્શ્વનાથાચા ચાતુર્યંમ ધર્મ' અને બૌધિસત્વ ' નાટક એ એ લખેલ પુસ્તકા સાંપી મને કહ્યું હતું કે, આ છપાય નહીં તેાયે એની નકલા સુરક્ષિત રહે. છેવટે આ બંને મરાઠી પુસ્તકા કાકાસાહેબની પ્રસ્તાવના સાથે ધર્મોનછની સ્મારક-માળામાં પ્રસિદ્ધ થયાં છે અને તે હિંદી તેમ જ ગુજરાતીમાં પ્રસિદ્ધ થવા યાગ્ય છે.
C
કૌશાંબીજીને એક પુત્ર અને ત્રણ પુત્રી. તેમના પુત્ર કૌશાંબીજી જેવા જ પ્રતિભાશાળી છે અને પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ગણિતના પ્રાધ્યાપક છે. તેમની પુત્રી પણ વિદ્યામાં એક એકથી ચડિયાતી. એમની સ ંતતિ એમના માટે બધું કરી છૂટવા તૈયાર. તે ઉપરાંત બધી જ કામના, બધા જ પંથના અને બધી જ કક્ષાના અનેક સામાન્ય જન, વિદ્વાન અને શ્રીમાન તેમના ચાહક; અને તે પણ કાંઈક કરી છૂટવું એવી ઋત્તવાળા ચાહક, છતાં કૌશાંબીજી પેાતાના બુદ્ધિપૂર્વક સંકલ્પથી જરા પણ ચલિત ન થયા. તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org