________________
શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી
[૧૧]. ધ વિદ્વાન શાંતિદેવાચાર્ય, તિબેટના ઇતિહાસકાર તારાનાથના કહેવા પ્રમાણે, સૌરાષ્ટ્રના નિવાસી હતા. એમની જીવનવિષયક અન્ય માહિતી કેટલી યથાર્થ છે અને કેટલી અધૂરી છે તેની ચોકસાઈ કરવાનું કામ સરળ નથી. પણ એટલું ખરું કે, તે લગભગ સાતમા સૈકામાં થયેલા. મને એમના સીધો પરિચય એમના બે ગ્રંથ દ્વારા થયેલું છે. એમના ત્રણ ગ્રંથે પૈકી
સૂત્રસમુચ્ચય” મેં જે નથી. કદાચ સંસ્કૃતમાં અદ્યાપિ સુલભ પણ નથી. પરંતુ “શિક્ષાસમુચ્ચય” અને “બોધિચર્યાવતાર' એ બે થે એકાધિક વાર સાંભળ્યા છે.
“શિક્ષા સમુચ્ચય” તો અનેક મહાયાની સંસ્કૃત ગ્રંથનાં અવતરણ અને નામોલ્લેખેથી ભરપૂર છે. એ જોતાં મારા મન ઉપર ન ભૂંસાય એવી છાપ એ પડી કે, શાંતિદેવ બહુશ્રુત અને મહાયાન પરંપરાના અસાધારણ વિદ્વાન હતા.
અહીં શાંતિદેવના “શિક્ષાસમુચ્ચય'માંના ભિક્ષુ માટે માંસ કથ્ય છે કે નહીં એ વિષેના વિચારને નિર્દેશ કર ઉચિત ધારું છું. તે ઉપરથી તેમની સમન્વયલક્ષી દષ્ટિનો પણ ખ્યાલ આવશે. બૌદ્ધ પરંપરામાં ચર્ચા હતી કે, બુધે માંસભક્ષણ કર્યું હતું કે નહીં. સ્થવિરવાદી પક્ષ એનું સમર્થન કરતા. કેટલાક મહાયાની ભિક્ષુઓ તેને અર્થ જુદી રીતે ઘટાવી માંસભક્ષણને વિધ કરતા. “લંકાવતાર' જેવાં સૂત્રોમાં માંસને નિષેધ છે, છતાં બીજા મહાયાનીઓ એ નિષેધ ન માનતા. એવી વિવાદ-ભૂમિ વખતે શાંતિદેવે “શિક્ષાસમુચ્ચય'માં એ પ્રશ્નને ગ્ય ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. તેઓ કહે છે કે, “કોઈ અસાધારણ સમાધિમાર્ગ પ્રચારક ભિક્ષ માંસસેવન વડે બચી જતો હોય, તો અપવાદ તરીકે ઔષધની જેમ એને ઉપયોગ કરી શકાય; પણ સામાન્ય નિયમ પ્રમાણે તો માંસ વર્ષે ગણાવું જોઈએ.”
આ નિર્ણય આપતી વખતે શાંતિદેવે અનેક બૌદ્ધ ગ્રંથને આધાર લીધે છે. મેં શાંતિદેવના આ વિચારની તુલના જૈન પરંપરામાં એવા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org