________________
કરણ અને પ્રણામૂર્તિનું મહાપ્રસ્થાન*
[૧]
બાપુજીના આખા જીવનની નાનીમોટી સમગ્ર પ્રવૃત્તિઓનાં પ્રેરક એ જ તો હતાં, એમ વિચાર કરનારને જણાયા સિવાય નહિ રહે. એ એમાંનું પ્રથમ તત્વ કર્યું અને બીજું પ્રજ્ઞા. પ્રાણીમાત્રમાં અને ખાસ કરી મનુષ્યવર્ગમાં ઓછેવત્તે અંશે કરુણા હોય જ છે અને ગણ્યાગાંડ્યા માણસમાં પ્રજ્ઞા પણ હોય છે. પરંતુ બાપુજીની કરુણા અને તેમની પ્રજ્ઞા વિશ્વની વર્તમાન વિભૂતિઓ તેમ જ ભૂતકાળની વિભૂતિઓ કરતાં પણ સાવ નોખી તરી આવે છે. સાધારણ માણસે પોતાના સ્વલ્પ પણ દુઃખને પચાવી નથી શકતા તેથી તેઓ પિતાનું દુઃખ સમજવા અને તેને નિવારવા બનતું બધું જ કરી છૂટે છે, જ્યારે તેઓ બીજાના દુઃખને પચાવી શકે છે. એટલે બીજાઓ દુઃખી છે એમ જેવા છતાં તે દુઃખ નિવારવા તેમની બુદ્ધિ જાગરિત થતી નથી. કેટલાક અસાધારણ કટિમાં આવે એવા સંતે બીજાના દુઃખને, પિતાના દુખની જ જેમ, પચાવી નથી શકતા, તેથી તેઓ પોતાનું દુઃખ નિવારવા માટે પ્રયત્ન કરે તેવી રીતે બીજાઓનું દુઃખ નિવારવા માટે પણ પ્રયત્ન કરે છે. પરંતુ એમ તો એ પ્રયત્ન અને એ તાલાવેલી મર્યાદિત હેય છે. કેમકે એ પ્રયત્ન અને એ તાલાવેલી પિતાના જીવનને ભેગે અગર પિતાના જીવનને હેડમાં મૂકીને નથી લેવાતાં, જ્યારે બાપુજીનું માનસિક બંધારણ સાવ જુદા પ્રકારનું હતું. તેઓ બીજા હરકોઈના દુઃખને પિતાના અંગત દુઃખની જેમ જ પચાવી શકતા નહિ. તેથી તેઓ હરકોઈ દુઃખીનું દુઃખ જોતાં તેનું કારણ શોધતા, તેને નિવારવાના ઇલાજે શેધતા અને તે ઇલાજેને અમલી રૂપ આપવા તથા અપાવવા એટલો બધો ઉગ્ર પ્રયત્ન અને ઉગ્ર તાલાવેલી સેવતા કે એને લીધે તેમનું સમગ્ર જીવન અનેક વાર હેડમાં મુકાતું હોય એમ લાગતું.
બીજી એક રીતે વિચારીએ તે પણ બાપુજીની કરુણ બીજા કેઈની કરુણ કરતાં જુદી કોટિની હતી એમ લાગે છે. ઘણા જણ એવા છે કે જેઓ બીજાનું શારીરિક-આધિભૌતિક દુઃખ જોઈ તેને સહી નહિ શકે અને તે દુઃખને નિવારવા બનતું બધું કરી પણ છૂટે. વળી બીજા કેટલાક એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org