________________
આજને યથાર્થ માર્ગ : ભૂદાન
[૬] એક વાત મારે સ્પષ્ટ કહેવી જોઈએ કે સામુદાયિક પદયાત્રાના મૂળમાં વિનેબાજી છે. હું તેમને કઈ રીતે જોઉં છું તે તમને કહું.
મારે વ્યવસાય અભ્યાસ, ચિંતન અને પરિશીલન છે. તમે જેમ પ્રત્યક્ષ કાર્ય કરે છે તેમ હું નથી કરી શકતા, છતાં અભ્યાસ મારફતે હું વિનોબાજીને જાણું છું. તેમના પ્રત્યે મારી જે શ્રદ્ધા છે તે જાગરૂક શ્રદ્ધા છે. હું ઘણીવાર જોઉં છું કે ગાંધીજી પછી એવી કઈ વ્યક્તિ છે કે જેને દેશની આટલી બધી પડી હોય? જવાહરલાલજી ઘણા ઉજાગરા કરે છે, ઍરોપ્લેનમાં ડાદોડ કરે છે, ખૂબ મહેનત કરે છે તે વાત સાચી છે. પણ ગાંધીજીની કાર્ય પદ્ધતિને જે કોઈએ યોગ્ય વિકાસ કર્યો હોય તે તે વિનોબાજીએ અને તે પણ કોઈ મોટી સંસ્થાની કે મોટા માણસની મદદ વગર. ગાંધીજીની પ્રણાલી એવી હતી કે તેઓ નાનામાં નાની બાબત તરફ બહુ ધ્યાન આપતા. અલબત્ત, મોટામાં મોટી યોજનાઓ પણ થતી, પરંતુ ઝીણામાં ઝીણી બાબતનેય તેઓ ખૂબ ઊંડાણથી જોતા. આથી તેમની આસપાસ મોટું મંડળ એકઠું થતું. સાધનામૂર્તિ
ગાંધીજી પહેલાં ઘણા સુધારક થઈ ગયા પણ કોઈએ ગાંધીજી જેવું મૂળભૂત કામ નહેતું કર્યું. ગાંધીજીની આશ્રમપ્રથાને કારણે તેમાં જે સમાયા તે સૌને ગાંધીજીને અનહદ પ્રેમ મળ્યો. તેઓ હસીને વાત કરે ત્યારે અનેકને તેમાંથી પ્રેરણા મળતી. તેમનામાં એકસાઈ સ્નેહ અને મનની વૃત્તિ હતી. તેને ત્યાગ અને વિચારના બળે જે કોઈએ ઉપયોગ કર્યો હોય તે તે વિનોબાજીએ. આ દેશમાં ઘણું સતિ અને વિદ્વાને છે. તેમાં સાચા પણ છે. પરંતુ જ્યાં સુધી હું લેકેના સંપર્કમાં છું ત્યાં સુધી, હું વિનોબાજીની કેટિને બીજો કોઈ માણસ જેતે નથી. વિનોબાજીમાં ત્યાગવૃત્તિ, અને
અનાસક્તિ ન હોય તે આ જ રાજપુરુષો તેમને પી જાય ! જે કેને દેશવિદેશના ઝઘડામાં રસ છે, તેના સમાધાનમાં રસ છે, તે લેકેને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org