________________
૪૬]
દન અને ચિંતન
સારુ આને હું ગુણુરૂપ નથી લેખતા) તે તમામ સાધકા અને શોધકાના હંમેશાં તે હરપ્રસંગે ભેરુ થઈ પડ્યા. અથાગ પરિશ્રમ અને કાળજી લઈને તેમણે સ'ધનું જે ખધારણ તૈયાર કર્યું છે તે આવી હર કાઈ સસ્થાને સારુ નમૂનારૂપ થઈ પડે એવું છે.
આ ખધી વિગતા કિશોરલાલને મહિમા વધારવા હું નથી લખતા. એમને મહિમાની કે ગૌરવગાનની મુદ્દલ જરૂર નથી. મારા આત્મસાષને ખાતર હું તે લખી રહ્યો છું.'
પણ ઉપર જે કાંઈ કહ્યું તે એક રીતે બીજાને અનુવાદ જ કહેવાય. અનુવાતું પ્રામાણ્ય છું નથી, પણ શ્રોતા, ખાસ કરી શિક્ષિત શ્રોતાએ મુખ્યપણે કંઈક વિધિની અપેક્ષા રાખે. વિધિના અર્થ છે કે, અપૂર્વ અનું પ્રતિપાદનઅજ્ઞાતનું જ્ઞાપન. કિશારલાલભાઈના પરિચયની આખતમાં વિધિવયન તરીકે કાંઈ પણ કહેવું હાય તો તે સ્વાનુભવમાંથી જ કહી શકાય. આ દૃષ્ટિથી હું તેમના પરિચયમાં કારે અને કેમ આવ્યો, તે પરિચય કેવી રીતે વધતા ગયા, એ વિષે થાડુ' પણ કહું તે તે ચેાગ્ય કહેવાય.
*
૧૯૨૧ની સ્વરાજ્યની હિલચાલના જુવાળ વખતે એક સાંજે હું આશ્રમમાં સાંજની પ્રાથનામાં જઈ ચડેલા. પ્રાથનાને અંતે બાપુને એમ કહેતાં સાંભળ્યા કે, મારે મન સ્વરાજ્ય કરતાં આધ્યાત્મિક રાજ્યની કિંમત વધારે છે, તેથી કિશોરલાલે આધ્યાત્મિક સાધના માટે જે એકાંત જીવન સ્વીકાર્યું છે, તેની ઉપયોગિતા મારી દૃષ્ટિએ બહુ વધારે છે. આપણે આશ્રમવાસીએ એમની સાધનામાં દૂર રહ્યા રહ્યા પણ ઉપયાગી થઈ એ. અને તે દૂર પણ કયાં છે? આશ્રમથી થોડેક દૂર એમની ઝૂંપડી છે. ગોમતીએ તા વિશેષ પ્રસન્ન થવાનું છે,' ઇત્યાદિ. આ ભાવના બાપુના શબ્દો સાંભળી મારી જિજ્ઞાસા સતેજ થઈ. હું કિશોરલાલભાઈનું નામ પણ ન જાણતા. કિશારલાલ કાણુ ? સાધના શી? ઝૂંપડું શું? ગામતી કાણુ? વગેરે પ્રશ્નો મનમાં ઊઠયા. તરત જ મિા પાસેથી ખુલાસો મેળવ્યા, પણ કિશોરલાલભાઈ વિશેની જિજ્ઞાસા ઉત્તરાત્તર વધતી ચાલી. એકાંતવાસમાંથી પાછા તે ઘેર આવ્યા ત્યારે પણ હું આશ્રમમાં તા જતા જ અને મેટે ભાગે તેમના મકાનની નજીકમાં જ મિત્રને ત્યાં જતા, પણ ઉત્કટ જિજ્ઞાસા છતાં કિશોરલાલભાઈ પાસે જવામાં સકાચ અનુભવતા. સકાય એટલા કારણસર કે માત્ર શાસ્રવ્યાસંગી અને શાસ્રવ્યસની એક આધ્યાત્મિક અનુભવી પાસે જઈ કાંઈ ચર્ચા કરે તે એનું મૂલ્ય શું? આ સાચ ઠીકઠીક વખત ચાલ્યા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org