________________
દર્શન અને ચિંતન મળ્યા છે તે તમે મળવા આવ્યા, કાંઈ હું ચેડે આવ્યો છું?' ઇત્યાદિ. છેવટે બીજે દિવસે તેઓ ઘેર આવ્યા અને યુનિવર્સિટી વિશે તથા અમદાવાદની સંસ્થાઓ વિશે મુક્ત મને ખૂબ જ વાત કરી. મેં કહ્યું, “આપને સમય અમદાવાદમાં સારી રીતે જ હશે.” તેમણે કહ્યું “બધા જ મિત્રો સહૃદય મળ્યા છે. હું મારે કરવું જોઈએ તેટલું કરી શકતું નથી એ જ મને દુઃખ છે. પણ બૌદ્ધિક વાતાવરણ ઠીકઠીક જામેલું હોવાથી મને સંતોષ છે.” ધ્રુવજીના મિલનસારપણાનું આવું માધુર્ય અનુભવવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું.
–આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ઉધૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org