________________
અર્થ,
[૫૩ “ જિના ક્ષેત્રથી જ.” બીજા પ્રતિપાદનનું તેમણે જે નિખાલસ અને નિર્ભયપણે સાહજિક વિવેચન કર્યું છે તે વાંચતાં સિદ્ધસેન દિવાકરની એક સૂક્તિ યાદ આવી જાય છે.
'मनुष्यवृत्तानि मनुष्यलक्षणैः मनुष्यहेतोनियतानि तैः स्वयम् । . अलब्धपाराण्यलसेषु कर्णवान्
બધારાને વર્થ રીષ્યતિ છે ” આને સાર એ છે કે મનુષ્ય દેહધારીઓએ પિતે જ મનુષ્યોનાં ચરિત-વ્યવહારે મનુષ્ય જાતિને માટે જ ક્યાં છે, વ્યવસ્થિત કર્યા છે, પણ આળસુ, જડ અને અવિવેકી વર્ગમાંથી જ્યારે માણસે પોતે જ વ્યવહારે અને વ્યવસ્થાનું તત્વ ન પામ્યા, એનો સાર ન સમજ્યા, ત્યારે તેમણે પિતે જ તે માનવકૃત વ્યવસ્થાઓને પાર પામી ન શકાય એવી અગાધ માની લીધી, ચંચુપાત ન થઈ શકે તેવી અફર માની લીધી. પરંતુ જે વિચારક અને વિદ્વાન છે તે એ વ્યવસ્થાપ્રતિપાદક શાસ્ત્રને ચંચુપાત ન થઈ શકે તેવાં કે અફર શી રીતે સમજશે? કિશોરલાલભાઈ પણ બીજા પ્રતિપાદનદ્વારા એ જ ભાવ સ્પષ્ટ કરે છે, એમ લાગે છે. સત્યની કેવી બલિહારી છે કે તે હજાર વર્ષને અંતરે થયેલ બે જુદી જુદી વ્યક્તિઓની વિચારભૂમિકાઓમાંથી એકસરખી રીતે આવિર્ભાવ પામે છે?
સાધુ શાંતિનાથ જે બંગાળી હતા અને હમણાં જ ગુજરી ગયા, તેમણે લાંબે વખત યોગાભ્યાસ કરી છેવટે તેને ભ્રાંતિજનક સમજી છોડી દીધો. તત્ત્વજ્ઞાનના અનેક વિચારપ્રવાહમાં ઊંડી ડૂબકી માર્યા પછી પણ તેમને તેમાં બહુ વજન આપવા જેવું ન લાગ્યું અને છેવટે તે માનવીય ઉત્કર્ષ માટેની સમુચિત સેવામાં જ જીવનનું સાર્થક્ય છે એવા નિર્ણય પર આવ્યા. જ્યારે કિશેરલાલભાઈ વેગ અને તત્વજ્ઞાનને માર્ગે ઠીક ઠીક પ્રવાસ ખેડ્યા છતાં યોગ અને તત્ત્વજ્ઞાનની જીવનપ્રદ બાજુને જ સ્પર્ધા અને એને માનવીય ઉત્કર્ષની દષ્ટિએ આવશ્યક સેવાકાર્યમાં કેમ વિનિયોગ થઈ શકે એ તત્વ પણ પામ્યા. “સમૂળી ક્રાંતિમાં એમણે એ જ તત્ત્વ રજૂ કર્યું છે.
સમૂળી ક્રાંતિ” ઉચ્ચ અભ્યાસક્રમમાં સ્થાન પામવાને દરેક રીતે પાત્ર છે. અધ્યાપકે પિતે પણ એમાંથી ઘણુ નવાં દૃષ્ટિબિંદુ મેળવી શકે તેમ છે; અને ઉચ્ચ કક્ષાના ઊગતા તરુણોને તે પિતાના સંસ્કારશેધનમાં તે ભારે મદદ કરી શકે તેમ છે. જે એક વાર વિદ્યા-જગતમાં આવું પુસ્તક વંચાતું–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org