________________
અર્થ,
[૪૯ પ્રો. અનંતરાયની, “માનસી”માં અંબાલાલ પુરાણીની, અને પ્રસ્થાનમાં રસિકલાલ વકીલની.
પહેલી બે “સમૂળી ક્રાંતિને યથાર્થ રીતે “સમૂળી ક્રાંતિ' તરીકે વર્ણવે છે. અને સચેટપણે એનું મૌલિકત્વ દર્શાવે છે. અમુક વિધાનોમાં થોડે મતભેદ કે સંદેહ હોય તે એ સમાલોચનાઓ “સમૂળી ક્રાંતિ અને એક વિરલ કૃતિ તરીકે સ્થાપે છે, જ્યારે શ્રી પુરાણુની સમાલોચના સાવ જુદી બાજુ રજૂ કરે છે, એ એને સમૂળી તે શું પણ ક્રાંતિ સુદ્ધાં માનવા તૈયાર નથી. આ છેક સામા પાટલાને વિરોધ જોઈ હું શ્રી પુરાણીની સમાલોચના બે વાર સાંભળી ગયે. સંભવ છે કે એને સમજવા પૂરતા ભારે અધિકાર ન લેખાય, પણ મને લાગે છે કે એ સમાલોચના નથી સમ્યફ આલોચના કે નથી સંગત આલેચના. પણ એ આલોચના પરથી હું અનુમાન ઉપર આવ્યો છું કે એ “સમૂળી ક્રાંતિનું યથાર્થપણું સાબિત કરે છે. “સમૂળી ક્રાંતિમાં જે અનેક વિધાનો છે તેને લીધે કોઈ એક જ જાતના વર્ગ ઉપર અસર નથી થતી. શિક્ષિત ગણાતા, સાધક મનાતા એવા વર્ગની માન્યતાઓને પણ આઘાત પહોંચાડે છે. એટલે એવા જ કેઈ આધાતનું પરિણામ એ. સમાલોચના હોય તો નવાઈ નહીં. અને એમ હેય તે એ ક્રાંતિ જ છે.
ચોથી સમાલોચના તે વિશેષ વિશ્લેષણ અને ઊહાપોહપ્રધાન છે. તે સમૂળી ક્રાંતિ ના મુખ્ય બધા જ ભાગોને સ્પર્શે છે, અને છૂટથી લેખકનાં અવતરણે ટાંકી તેના ગુણદોષના બળાબળની સમીક્ષા કરે છે. સમાચક શ્રી વકીલ માફર્સના સામ્યવાદનું દૃષ્ટિબિંદુ ધરાવે છે, એટલે સ્વાભાવિક રીતે જ સમાચનામાં દષ્ટિબિંદુની પ્રધાનતા આવે અને જ્યાં સામ્યવાદના મૂળ પાયારૂપ આર્થિક વ્યવસ્થા કિશોરલાલભાઈને ચારિત્ર્યપ્રધાન પ્રતિપાદને સામે ગૌણ થતી દેખાય ત્યાં તેઓ પિતાની દૃષ્ટિની સયુતિક રજૂઆત કરે છે; એટલે એ સમાચના વાચકને રસપ્રેરનારી બને છે.
કિશોરલાલભાઈને પરમેશ્વર, માનવતા, અને ચરિત્રપ્રધાન દષ્ટિકોણથી જુદા પડવા છતાં શ્રી વકીલ તેમની સ્વતંત્ર, પાકટ અને મર્મજ્ઞ વિચારક તરીકે કદર કરે છે. વકીલ “સમૂળી ક્રાંતિ ને મરામતી ક્રાંતિરૂપે વર્ણવે છે અને પિતાના પક્ષમાં ઠીક ઠીક દલીલે પણ આપે છે.
કિશોરલાલભાઈએ ઈતિહાસના અભ્યાસ વિશે જે ટીકા કરી છે તે અધ્યાપક રાવળ અને શ્રી વકીલની પેઠે મને પણ સંગત લાગતી નથી. કિશોરલાલભાઈની કટી સર્વત્ર એકમાત્ર વિવેકની રહી છે. જે એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org