________________
અધ્ય
[૩૭ રહ્યો હતો કે જે તેના અહિંસક સંસ્કારને અનુરૂપ અને ગાંધીજીએ તૈયાર કરેલ ભૂમિકાને જ અનુસરી આર્થિક સમાનતાનો પ્રશ્ન ઉકેલે. એ ઝંખનાને જવાબ ગાંધીજીના જ અનુગામી વર્તુળમાંથી એવી વ્યક્તિએ વાળ્યો કે જેણે આખી જિંદગી ધર્મ તેમ જ કર્મને સુમેળ સાધવામાં અને શાસ્ત્રીય જ્ઞાનરાશિને પ્રજ્ઞાનરૂપે પરિણાવવામાં ગાળી છે. તે વ્યક્તિ બીજી કોઈ નહિ. પણ જેના ઉપર આખા દેશની અને કેટલેક અંશે દેશાન્તરની પણ નજર ચેટી છે તે વિભૂતિ વિનેબા.
વિનોબાએ જોયું કે પરંપરાગત સામત અને રાજાઓ ગયા પણ મૂડીવાદને પરિણામે દેશમાં અનેક નવા રાજાઓ અસ્તિત્વમાં આવ્યા છે અને આબે જાય છે. વિનોબાએ એ પણ જોયું કે લોકતંત્ર સ્થપાયા છતાં એમાં જૂની જ અધિકારશાહી અને અમલદારશાહી કામ કરી રહી છે. તેમાં સેવાનું સ્થાન સત્તાની હરીફાઈ એ લીધું છે. એમણે એ પણ જોયું કે ભિન્નભિન્ન રાજકારણું પક્ષમાં પુરાઈ રહેલ, બુદ્ધિમાન વર્ગ પણ પિતાપિતાના પક્ષની નબળાઈ અને અકર્મણ્યતા જોવા કરતાં સામા પક્ષની ત્રુટિઓ તરફ જ વધારે ધ્યાન આપે છે. અને પરિણામે એ પક્ષની સાઠમારીમાં જનતાનું હિત બહુ ઓછું સધાય છે તેમ જ કાંઈક સારું કરવાની વૃત્તિવાળા એવા બુદ્ધિમાન લેકેની શક્તિને પ્રજાના ઉત્કર્ષમાં બહુ ઓછો ઉપયોગ થાય છે. વિનેબાની પ્રજ્ઞાએ અર્થોપાર્જન અને અર્થરક્ષણના જુદા જુદા માર્ગોમાં પ્રવર્તતી અન્યાયપૂર્ણ તેમ જ અસામાજિક ગેર-રીતિઓનું પણ આકલન કર્યું. એમણે એ જોઈ લીધું કે તતકાળ વિધાયક અહિંસાને રસ્તે લેકેની બુદ્ધિ વાળવામાં નહિ આવે તે અત્યાર લગી થયેલું બધું કામ ધૂળધાણી થઈ જશે અને લેકે હિંસા ભણી વળશે. આ મથામણમાંથી તેમને ભૂમિદાનનો માર્ગ લા. જોતજોતામાં એને કેટલી સફળતા મળી અને કેટલી મળી રહી છે તે ઉપરથી જ આપણે તે ભાર્ગનું મૂલ્ય આંકી શકીએ છીએ. રાષ્ટ્રપતિ હય કે મહામાત્ય હોય, ઉપરાષ્ટ્રપતિ હોય કે રાજાજી હોય, દરેક આ ભૂદાન-પ્રવૃત્તિને જીવનનાં નેવાં મૂલ્ય સ્થાપનાર પ્રવૃત્તિ લેખે આવકારી રહ્યા છે એ નાનીસૂની બાબત નથી. વિનેબાજીની પ્રવૃત્તિ માત્ર ભૂમિના દાનમાં જ નથી સમાતી; એ તે સામાજિક, આર્થિક અને રાજકીય એમ બધાં ક્ષેત્રે માનવીય સમતા સ્થાપવાના પ્રયત્નનું પહેલું પગથિયું છે. એ પ્રવૃત્તિનો આત્મા વિનોબાજી જેટલે જ વિશાળ છે. એમાં સંપત્તિનું દાન, બુદ્ધિનું દાન, શ્રમનું દાન અને જીવનનું દાન સુદ્ધાં સમાઈ જાય છે કે જેની જીવંત મૂર્તિ પિતે વિનોબા જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org