________________
દર્શન અને ચિંતન રીતે શમાવે તે દિલ્હીના મહાદાવાનળને બીજી રીતે. આગમાં રહીને આગ બૂઝવવાના પ્રયત્નો ચાલુ હોય ત્યારે પણ પાકિસ્તાનના દૂર દૂરના ભાગમાં સળગી રહેલ વાળાને કેવી રીતે શમાવવી, એની સક્રિય વિચારણાઓ પણ એકસરખી ચાલતી હોય. આવું મહાકરૂણાનું વિરાટ દૃશ્ય શું જગતે કદી જોયું હતું? તેથી જ તે આજ બધા રડી રહ્યા છે, સહુને અનાથતા લાગે છે–પછી ભલે તે ગમે તે સમૃદ્ધ કે શર હોય, અગર નમ્ર સેવક કે મહાન અધિકારી હોય,–એમ લાગે છે કે જે કામ આપણા ગજાની બહારનું હતું અને છે, તે કામને એક જ માણસ પિતાની સૂઝથી પહોંચી વળ. આ લાગણું જ સૌને રડાવી રહી છે.
હિંદુસ્તાનની બહારના સમજદાર લેકે પણ એમ માનતા કે આપણા વિશ્વશાંતિના પ્રયત્નો રેતી ઉપરના મહેલ જેવા છે. એ પ્રયત્ન પાછળ કઈ . નક્કર ભૂમિ નથી. વિશ્વશાન્તિ માટે જે નક્કર ભૂમિ જોઈએ તે કોઈને
સમજાતી નથી અને સમજાય તો તે અવ્યવહારુ લાગતી, એવે વખતે આવી નક્કર ભૂમિકા સુઝાડનાર અને તેને એકલે હાથે વ્યવહારુ સિદ્ધ કરી બતાવનાર પુરુષને હિંદે જન્મ આપે છે, એ જ ક્યારેક કલેશકલહથી ટેવાયેલ માનવતાને સ્થાયી સમિતિના સંસ્કારે પૂરા પાડશે. આ આશાસ્તંભ પડે ત્યારે તેઓ કેમ જ રડે? અને આપણે જોઈએ છીએ કે હજી રુદન કરતાં કઈ થાકતું નથી.
જે બાપુજી મહાન કરુણાની વિરાટ મૂર્તિ હોય તે તેમના વિયોગનું દુઃખ તેથી યે પણ વિરાટ હોય જ. આ ઉપરાંત બીજા કારણે પણ આપણા દુઃખમાં વૃદ્ધિ થાય છે.
આપણે જાણતા હતા કે સેક્રેટિસની હત્યા ગ્રીકને હાથે થાય, ક્રાઈસ્ટની હત્યા ન્યૂ લેકેને હાથે થાય, પણ હિંદુ માનસ તે એમના જેવા મહાસંત કે ઋષિ કે તપસ્વીના ખૂનને વિચાર સુદ્ધાં કરી શકે નહિ. હિંદુ માનસના આવા ગૌરવથી આપણું મન ઉન્નત હતું. રાજલેભના કારણે અને બીજા કારણોએ હિંદુ જાતિમાં પણ અનેક ખૂન થયાં છે પણ કોઈ સાચા તપસ્વી કે સાચા સંતનું ખૂન તેના કટ્ટરમાં કટ્ટર વિરોધી હોય એવા હિંદુને હાથે કદી પણ થયું નથી. હિંદુ માનસમાં આવે જે ભવ્યતાને અને ધર્મને ઊંડે સંસ્કાર હતા તે સંસ્કારના લેપથી–તેને લાગેલ કલંકથી આખું હિંદુ માનસ જાણે શરમાઈ ગયું છે અને એ જ ઊંડી શરમ પણ તેનાં આંસુની વાટે જાણે વહી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org