________________
ગાંધીજીને જીવનધર્મ
[૩] જેમ ગાંધીજી એક પણ હિંદીની આર્થિક, સામાજિક કે રાજકીય બાબતમાં ગુલામી સહી શકતા નથી અને તેથી જ તેઓ જેમ સમગ્ર હિંદની સ્વાતંત્ર્યસિદ્ધિ અર્થે જીવનમાં એક એક શ્વાસ લે છે, તેવી જ દેશની ગુલામી પ્રત્યે વૃત્તિ ધરાવનાર અને દેશની એકમાત્ર પૂર્ણ સ્વતંત્રતા માટે જ દીક્ષા લીધી હોય એવા બીજા પણ અનેક દેશનાયકે અત્યારે આ હિંદમાં જેલની બહાર અને જેલમાં છે. હિંદ બહારના મુલકે તરફ દૃષ્ટિપાત કરીને વિચારીએ તે પણ ગાંધીજીની જેમ પિતાપિતાના રાષ્ટ્રની સ્વતંત્રતા જતી ન કરવા, તેને સાચવવા તેમ જ વિસાવવાની આ નખશિખ લગનીવાળા ટેલિન, હિટલર, ચર્ચિલ કે ચાંગ કાઈ શૈક જેવા અનેક રાજપુરુષો, આપણી સન્મુખ ઉપસ્થિત થાય છે. તેમ છતાં હિંદ કે હિંદ બહારના બીજા કોઈ પણ નેતાનું જીવન આપણને તેના જીવનમાં કયો ધર્મ ભાગ ભજવે છે, એવો વિચાર કરવા પ્રેરતું નથી; જ્યારે ગાંધીજીની બાબતમાં તેથી સાવ ઊલટું છે. ગાંધીજીની પ્રવૃત્તિ ગ્રામ્ય ઉદ્યોગને પગભર કરવાની હોય કે પશુપાલન, ખેતીવાડી, ગ્રામ સુધરાઈ, સામાજિક સુધાર, કેમી એકતા કે રાજકીય સ્વતંત્રતા વિષેની હોય; તેઓ લખતા હોય કે બોલતા હેય, ચાલતા હેય કે બીજું કાંઈ પણ કામ કરતા હોય ત્યારે આપણે તેમની બધી જ પ્રવૃત્તિમાં લૌકિક લાભાલાભની દષ્ટિએ તેલ બાંધવા ઉપરાંત એક બીજ પણ રહસ્ય વિષે વિચાર કરવા પ્રેરાઈએ છીએ. અને તે રહસ્ય એટલે ધર્મનું કયો ધર્મ શકિત સીચે છે
વિચારક પિતે ખરે ધાર્મિક હોય કે નહિ તેમ છતાં ગાંધીજીની જીવનકથા વાંચીને કે તેમનું જીવન પ્રત્યક્ષ નિહાળીને તેના મનમાં તેમના જીવનગત ધર્મ વિષે અનેક પ્રશ્નો ઉભવે છે. તે એમ વિચારે છે કે ચોવીસે કલાક પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે ડૂબેલ આ માણસનું જીવન ધાર્મિક હેઈ શકે કે નહિ ? અને જે ધાર્મિક હોય તે એના જીવનમાં ક્યા ધર્મને સ્થાન છે? ભૂખંડ ઉપરના બધા જ પ્રસિદ્ધ ધર્મોમાંથી કે ધર્મ એ પુરુષના જીવનમાં સંજીવની શક્તિ અપ, પ્રવૃત્તિમાં નિવૃત્તિ સધાવી નિવૃત્તિમાં પ્રવૃત્તિનું રસાયન ઘળી રહ્યો છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org