________________
અધ્ય, દષ્ટિબિંદુનું સામ્ય
જૈનધર્મનું દૃષ્ટિબિંદુ આધ્યાત્મિક છે, અને ગાંધીજીનું દૃષ્ટિબિંદુ પણ આધ્યાત્મિક છે. આધ્યાત્મિકતા એટલે પિતામાં રહેલ વાસનાઓની મલીનતા દૂર કરવી તે. બહુ પ્રાચીનકાળના તપસ્વી સતએ જોયું કે કામ, ક્રોધ, ભય આદિ વૃત્તિઓ જ મલીનતાનું મૂળ છે અને તે જ આત્માની શુદ્ધતાને હણે છે, તેમ જ શુદ્ધતા મેળવવામાં વિ નાખે છે. તેથી તેમણે એ વૃત્તિઓના ઉમૂલનને માર્ગ લીધે. એવી વૃત્તિઓનું ઉમૂલન કરવું એટલે કે પિતામાં રહેલ દેને દૂર કરવા. એવા દે તે હિંસા અને તેને પિતામાં સ્થાન લેતા રોકવા તે અહિંસા. એ જ રીતે એવા દોષમાંથી ઉદ્ભવનારી પ્રવૃત્તિઓ તે હિંસા અને એવી પ્રવૃત્તિઓને ત્યાગ તે અહિંસા. આમ અહિંસાને મૂળમાં દેત્યાગરૂપ અર્થ હોવા છતાં તેની સાથે તમૂલક પ્રવૃત્તિઓને ત્યાગ એ બીજો અર્થ પણ સંકળાઈ ગયે. જેઓ પોતાની વાસનાઓ નિર્મૂળ કરવા ઈચ્છતા હોય તેઓ એવી વાસનાઓને જેમાં જેમાં સંભવ હોય એવી પ્રવૃત્તિઓને પણ ત્યાગ કરતા. આ સાધના કંઈ સહેલી ન હતી. તેવી લાંબી સાધના માટે અમુક દુન્યવી પ્રપોથી મુક્ત થવું અનિવાર્ય હતું; એટલે દુન્યવી પ્રવૃત્તિઓથી અલગ થઈ આધ્યાત્મિક સાધના કરવાની પ્રથા પડી. દેખીતી રીતે જ આ સાધનાનો હેતુ મૂળમાં દેષોથી નિવૃત થવાનો અને ગમે તે પ્રસંગે પણ દોષોથી અલિપ્ત રહી શકાય એટલું બળ કેળવવાનો હતે. અહિંસાની પ્રાથમિક અને મુખ્ય નિવૃત્તિ સિદ્ધ કરવા જે જે સંયમના અને તપના બીજા અનેક પ્રકારે અસ્તિત્વમાં આવ્યા તે બધા મોટે ભાગે નિવૃત્તિલક્ષી જ જાયા અને તેથી અહિંસા, સંયમ કે તપની બધી વ્યાખ્યાઓ મોટે ભાગે નિવૃત્તિલક્ષી ઘડાઈ. બીજી બાજુ આધ્યાત્મિક શુદ્ધિની સાધના માત્ર વ્યક્તિગત ન રહેતાં તેણે સંધ અને સમાજમાં પણ સ્થાન લેવા માંડયું. જેમ જેમ તે સંધ અને સમાજના જીવનમાં પ્રવેશતી ગઈ તેમ તેમ તે વિસ્તરતી ગઈ, પણ ઊંડાણ ઓછું થતું ગયું. સંધ અને સમાજમાં એ સાધનાને પ્રવેશ કરવા અને ટકાવવા માટે અહિંસા, સંયમ અને તપના અર્થે નવેસર વિચારાયા અને તેમાં જે મૂળગત શક્યતા હતી તે પ્રમાણે વિકાસ પણ થશે. • જૈન પરંપરા અને બૌદ્ધ ધર્મ
દીર્ધ તપસ્વી મહાવીરનું જીવન જેટલું વધારે નિવૃત્તિલક્ષી હતું તેટલું જ તેમના સમકાલીન તથાગત બુદ્ધનું ન હતું. જો કે બન્ને પિતાની અહિંસાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org