________________
રર]
દર્શન અને ચિંતન અમુક ભાગ પૂરતો જ હતો; અને કેટલીક વખતે તે તે ઔપચારિક પણ હોય. પરંતુ ગાંધીજીની મૃત્યુકથા જ સાવ નિરાળી છે. દુનિયામાં એકેએક ભાગમાં વસતી જનતાના સાચા પ્રતિનિધિઓએ ગાંધીજીના મૃત્યુ ઉપર આંસુ સાર્યા છે અને અત્યારે પણ ગાંધીજીની જીવનગાથા મનમાં આવતાં જ કે કાને પડતાં જ કરોડો માણસો આંસુ ખાળી શકતા નથી. તેથી જ ગાંધીજીનું મૃત્યુ જીવનના જેટલું જ મહાન છે એમ કહી શકાય.
ગીતા એ દુનિયાના ધર્મગ્રંથોમાં એક અદ્ભુત અને અપૂર્વ ગ્રંથ છે. તેને રચનાર વ્યક્તિ પણ તેવી જ અભુત અને આર્ષદૃષ્ટિવાળી હોવી જોઈએ. જેના મુખમાંથી ગીતાને ઉપદેશ આપવામાં આવ્યું છે તે કલ્પનામૂર્તિ કે ઐતિહાસિક કૃષ્ણ પણ અદ્ભુત વ્યક્તિ છે એમાં શંકા નથી. ગાંધીજીને સાચી રીતે ઓળખનાર કોઈ પણ એટલું તે સમજી શકે તેમ છે કે ગીતાને તેના આધ્યાત્મિક અને વ્યાવહારિક અર્થમાં જેટલે અંશે ગાંધીજીએ જીવનમાં પચાવી હતી તેટલે અંશે ગીતાને પચાવનાર વ્યક્તિને શોધી કાઢવાનું કામ બહુ અઘરું છે. ગીતામાં કર્મવેગનું જ પ્રતિપાદન છે. આ મુદ્દાનું સમર્થન લેકમાન્ય તિળક કરતાં વધારે સચેટ રીતે બીજા કોઈએ કર્યું હોય તે તે હું જાણતો નથી; પણ એ અનાસક્ત કર્મવેગનું પચાસથી વધારે વર્ષો લગી સતત અને અખંડ પરિપાલન ગાંધીજીએ જ કરી બતાવ્યું છે. તેમણે ગીતાના કર્મવેગનું સમર્થન જેટલે અંશે જીવન જીવીને કર્યું છે તેટલે અંશે ગ્રંથ લખીને નથી કર્યું. ગીતાના અનાસક્ત કગમાં બે બાજુઓ સમાય છે. લેકજીવનની સામાન્ય સપાટી ઉપર રહીને તેને ઉન્નત કરવાની લેકસંગ્રહકારી વ્યવહાર બાજુ, અને ત્રણે કાળમાં એકસરખાં ટકી શકે એવાં શાશ્વત મૂલ્ય ધરાવનાર સત્ય, અહિંસા, અને ઈશ્વરનિષ્ઠા જેવાં તત્ત્વોને સ્પર્શીને જ જીવન જીવવાની પારમાર્થિક બાજુ. ગાંધીજીનું જીવન શરૂ થયું તે, એ પારમાર્થિક સત્યને આધારે, અને તે ઉત્તરોત્તર વધારે ને વધારે વિકસતું, ફેલાતું અને નવપલ્લવિત થતું ગયું તે વ્યાવહારિક બાજુ કે વ્યાવહારિક સત્યને અવલંબીને. ગાંધીજીના કોઈ પણ જીવન-કૃત્યને લઈને આપણે વિચાર કરીએ તે એ તરત જ દીવા જેવું દેખાઈ આવે છે કે તેઓના એ કેએક કત્યમાં પારમાર્થિક અને વ્યાવહારિક સત્ય બન્નેનો સહજ અને અવિભાજ્ય સમન્વય હતા. તેઓ કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ બાબત લઈને કામ કરતા હોય ત્યારે તેમાં પારમાર્થિક સત્ય હોવાનું જ, અને તે પારમાર્થિક સત્યને તેઓ એવી રીતે વ્યવહારની સપાટીમાં મૂકતા કે સત્ય માત્ર શ્રદ્ધાને વિષય અગર પૂજાને વિષય ન રહેતાં બુદ્ધિને અને આચરણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org