________________
અધ્ય.
[૫ વળવાની અને અન્યાયને સામને કર્યા વિના ચેન નહિ પડવાની એમની વૃત્તિએ એમને માટે એટલાં બધાં વિવિધ અને એટલાં બધાં મોટાં કાર્યક્ષેત્રે સર્જાવ્યાં કે કોઈ પણ એક માનવીના જીવનમાં ઈતિહાસે એવી ઘટના નેંધી નથી. કરુણું અને પ્રજ્ઞાનાં જન્મસિદ્ધ સૂક્ષ્મ બીજોએ માત્ર કબીરવડનું જ રૂપ ધારણ કર્યું ન હતું, પણ તેણે વિશ્વવટનું રૂપ ધારણ કર્યું હતું એમ તેમના છેલ્લા ઉપવાસ અને દિલ્હીમાં પ્રાર્થના વખતે થતાં પ્રવચને જોતાં કહેવું જોઈએ.
કરુણ અને પ્રજ્ઞા એ આધ્યાત્મિક તત્વે છે, શાશ્વત છે. એને વિકાસ અને એની દશ્યમાન પ્રવૃત્તિ જે કે મર્યાદિત શરીરવાટે જ થાય છે, પણ તે તેટલા મર્યાદિત શરીરમાં સમાઈ નથી રહેતી. એનાં આંદોલન અને એની પ્રતિક્રિયાઓ એમેર પ્રસરે છે. બાપુજીની કરુણ અને પ્રજ્ઞાનાં આદે લને માત્ર અમુક કેમ કે અમુક દેશ પૂરતાં જ રહ્યાં નથી, દુનિયાના દરેક ભાગમાં વસતી દરેક કામમાં એના પડઘા પડ્યા છે અને તેથી જ આખી દુનિયા આજે આંસુ સારી રહી છે.
જે કે બાપુજીનું શરીર વિલય પામ્યું છે, પણ તેમની મહાકરુણા અને મહાપ્રજ્ઞા ઊલટાં વધારે વિકાસ પામી વિશ્વવ્યાપી બન્યાં છે. સઘળા માનવમાં વસતા જીવનતત્વની અંદર જે બ્રહ્મ અથવા જે સચ્ચિદાનંદને અંશ શુદ્ધ રૂપે વાસ કરે છે તે જ સકળ છવધારીને અંતરાત્મા છે. બાપુજી વિદેહ થયા એટલે બ્રહ્મભાવ પામ્યા. આને અર્થ એ છે કે એમની કરુણું અને પ્રજ્ઞાના વિકસિત ફણગાઓ અનેકના અંતરાત્માના ઊંડાણમાં રપાઈ ગયા અને એકરસ થઈ ગયા.
બાપુજીની કૃશ કાય ક્યાં? તેમની પળેપળની વિવિધ પ્રવૃત્તિઓ, મતિ મૂંઝવી નાખે એવી જવાબદારીઓ અને જટિલ સમસ્યાઓ ક્યાં? છતાં એ બધો ભાર સૂતાં અને જાગતાં બાપુજી પ્રસન્ન વદને હસભેર ઊંચકતા તે કોને બળે ? આ પ્રશ્નનો ઉત્તર એમની કરુણા અને પ્રજ્ઞાના વિકાસમાં રહેલે છે. તેમણે કરુણ અને પ્રજ્ઞાની જે એકધારી ઉપાસના કરી, જે આધ્યાત્મિક જીવન ખીલવ્યું, જે બ્રહ્મતત્વ અનુભવ્યું, જે અન્ય જીવાત્માઓ સાથે તાદામ્ય સાધ્યું, તેણે જ એમને પ્રવૃત્તિઓ અને જવાબદારીઓને ગોવર્ધન ઉઠાવવાની તાકાત અપ. ગાંધીજીની સદા જીવતી જીવનગાથા જ ઈશ્વર અને આધ્યાત્મિક તત્વના બળને જાજવલ્યમાન પુરા છે. પણ આધ્યાત્મિક તેજ સૂર્યના તેજની પેઠે ગમે તેટલું પ્રકાશમાન અને જાજવલ્યમાન હોય છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org