________________
૪]
દર્શન અને ચિંતન પણ કરુણવંત હોય છે કે જેઓ બીજાના માનસિક-આધિદૈવિક દુઃખને આધિભૌતિક દુઃખ કરતાં વધારે અગત્ય આપી તેને નિવારવા ઉપર જ વધારે ભાર મૂકે છે. ત્રીજા વળી એવા પણ કરુણાવંત સંત હોય છે કે જેઓ તૃષ્ણા જેવી વાસનાઓ કે જે સકળ દુઃખનું મૂળ છે તેને જ ખરુંઆધ્યાત્મિક દુઃખ લેખી તેના નિવારણ માટે પુરુષાર્થ કરે છે. પરંતુ બાપુજીની કરુણાને આવી કોઈ મર્યાદા ન હતી એમ તેમની આખી જીવનકથા કહે છે. બાપુજી હરકેઈનાં આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખને નિવારવા માટે જ જાણે જમ્યા અને મૃત્યુને ભેટ્યા ન હોય. તેથી જ તેમની કરુણા મહાકરુણ કોટિની હતી એમ માનવું રહ્યું.
એમ તે કોઈને કોઈ જાતની પ્રજ્ઞા સાચા કવિઓ, લેખક, કલાકારે અને સંશોધકોમાં હેય જ છે; પણ જેને વેગશાસ્ત્રમાં કર્તમરા તરીકે ઓળખાવવામાં આવી છે તેવી પ્રજ્ઞા પ્રજ્ઞાશાળી ગણુતા વર્ગમાં પણ મોટે ભાગે નથી જ હતી. ઋતંભરા પ્રજ્ઞાની મુખ્ય ખાસિયત એ છે કે તે સત્ય સિવાય બીજા કશાને સંગ્રહી કે પચાવી નથી શકતી. અસત્યને છાંટે કે અસત્યની છાયા પણ તે સહી કે જીરવી નથી શકતી. જ્યાં અસત્ય, અપ્રામા-- ણિકતા કે અન્યાય જોવામાં આવે ત્યાં તે પ્રજ્ઞા પૂર્ણ રૂપે ભભૂકી ઊઠે છે અને અન્યાયને મિટાવી દેવાના દઢ સંકલ્પમાં જ પરિણમે છે. બાપુજીની દરેક પ્રવૃત્તિ એમની ઋતંભરા પ્રજ્ઞાની સાબિતી છે, તેથી જ તેમની પ્રજ્ઞાને પણ મહાપ્રજ્ઞા કહેવી પડે છે.
પ્રશ્ન એ છે કે બાપુજી આપણા જ જેવું માટીનું પૂતળું હતા. તેમને શરીર–જન્મ પણ બીજાની પેઠે અમુક દેશ અને અમુક કુળમાં થયેલ. તેમ છતાં બીજા કોઈમાં નહિ અનુભવાયેલ એવી મહાકરુણા અને મહાપ્રજ્ઞા તેમને સહજ રીતે જ્યાંથી વરી ? આને ઉતર શરીર-જન્મમાંથી મેળવી નથી શકાતે. સંસ્કાર-જન્મ, ચિત્ત-જન્મ કે આત્મ-જન્મની વિચારણામાં જ એ પ્રશ્નને સહજ ઉત્તર મળી રહે છે. જન્મ-જન્માક્તરની સાધનાનું સંચિત પરિણામ ન હોય તે બાલ્યકાળથી આવી કરુણ અને પ્રજ્ઞાનાં બીજે લાધવાં અસંભવ છે.
છેક નાની ઉંમરનું બાપુજીનું જીવન કહે છે કે તેમનામાં કરુણ અને પ્રજ્ઞાનાં સૂક્ષ્મ બીજો વિદ્યમાન હતાં. જેમ જેમ ઉંમર, અભ્યાસ, અવલેકન અને જવાબદારીઓ વધતી ગઈ તેમ તેમ એ સૂક્ષ્મ બીજે ત્વરિત ગતિએ વિકસતાં અને ફાલતાં-ફૂલતાં ગયાં. બીજાનું દુઃખ નિવાર્યા સિવાય અજંપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org