________________
૧૦૧૬ ]
દર્શન અને ચિંતન
જ્ઞાનમય સ્થિતિના પણ સાત ભાગ કરી તેને સાત ભૂમિકાઓના નામથી ઓળખાવ્યા છે; જેમકે ( ૧ ) શુભેચ્છા, ( ૨ ) વિચારણા, ( ૩ ) તનુમાનસા, (૪) સત્ત્વાપત્તિ, ( ૫ ) અસસક્તિ, ( ૬ ) પદાર્થોભાવની, અને (૭) તુ ગા.! સાત અજ્ઞાન ભૂમિકાઓમાં અજ્ઞાનનું પ્રાબલ્ય હાવાથી તે અવિકાસ કાળમાં ગણાવી જોઈ એ; તેથી ઊલટું સાત જ્ઞાન ભૂમિકાઓમાં ક્રમશઃ જ્ઞાનવૃદ્ધિ થતી હાવાથી તે વિકાસક્રમના કાળમાં ગણાવી જોઈએ. જ્ઞાનની સાતમી ભૂમિકામાં વિકાસ પૂર્ણ કલાએ પહેાંચે છે. તેથી ત્યારબાદની સ્થિતિ તે મેાક્ષકાળ છે.
બૌદ્ધ દર્શન
બૌદ્ધ સાહિત્યના મૌલિક ગ્રંથૈા પિટકના નામે ઓળખાય છે. પિટકમાં અનેક જગાએ આધ્યાત્મિક વિકાસના ક્રમનું વ્યવસ્થિત અને સ્પષ્ટ વણૅન છે. તેમાં વ્યક્તિની છ સ્થિતિઓ કરવામાં આવી છે. તે આ પ્રમાણે : (૧) અંધપુથુજન, ( ૨ ) કલ્યાણપુથુન, ( ૩ ) સેાતાપન્ન, ( ૪ ) સકદાગામી, ( ૫ )
તે સ્વપ્નનગ્રત કહેવાય છે. (૭) સાતમી ભૂમિકા ગાઢ નિદ્રાની હોય છે, જેમાં જડ જેવી સ્થિતિ થઈ જાય છે અને કર્માં માત્ર વાસનારૂપે રહેલાં હોય છે, તેથી તે સુષુપ્તિ કહેવાય છે. ત્રીજીથી સાતમી સુધીની પાંચ ભૂમિકાઓ સ્પષ્ટપણે મનુષ્ય નિકાયમાં અનુભવાય છે. જીઓ યોગવાસિષ્ઠ, ઉત્પત્તિ પ્રકરણ ૧, સ ૧૧૭,
૧, ( ૧ ) હું મૂઢ જ શા માટે રહું? હવે તે શાસ્ત્ર અને સજ્જન દ્રાસ કાંઈક આત્માવલાકન કરીશ એવી વૈરાગ્યપૂર્ણાંક જે ઇચ્છા તે શુભેચ્છા. (૨) શાસ્ત્ર અને સજ્જનના સ ંસપૂર્વક વૈરાગ્યાભાસને લીધે જે સદાચારમાં પ્રવૃત્તિ થવી તે વિચારણા. (૩) શુભેચ્છા અને વિચારણાને લીધે જે ઇંદ્રિયાના વિષયામાં આસક્તિ ઘટે છે તે તનુમાનસા કહેવાય છે, કારણ કે તેમાં સંકલ્પ વિકલ્પ ઓછા થાય છે. ( ૪ ) ત્રણ ભૂમિકાઓના અભ્યાસથી ચિત્ત સુધ્ધાંમાં પણ વિરતિ થવાથી સત્ય અને શુદ્ધ એવા આત્મામાં જે સ્થિતિ થવા પામે છે તે સત્ત્વાપત્તિ, ( ૫) પૂર્વની ચાર ભૂમિકાઓના અભ્યાસથી અને સમાધિના અસંગરૂપ પિપાકથી એવી અવસ્થા થાય છે કે જેમાં ચિત્તની અંદર નિરુતિશય આત્માનંદના ચમત્કાર પુષ્ટ થયેલ હોય છે તે અસસક્તિ ભૂમિકા. ( ૬ ) પાંચ ભૂમિકાઓના અભ્યાસથી પ્રગટ થયેલ આત્મારામ સ્થિતિને લીધે એક એવી દશા પ્રાપ્ત થાય છે કે બાહ્ય ને આભ્ય ંતર બધા પદાર્થાની ભાવના છૂટી જાય છે. દેહયાત્રા ફક્ત બીજાના પ્રયત્નને લઈને ચાલે છે. તે પદાર્થોભાવની ભૂમિકા, (૭) છ ભૂમિકાઓના અભ્યાસને લીધે ભેદભાવતુ ભાન બિલકુલ રામી જવાથી જે એકમાત્ર સ્વભાવનિષ્ઠા પ્રાપ્ત થાય છે તે તુગા, આ સાતમી તુ ગાવસ્થા જીવમુક્તમાં હોય છે. વિદેહમુક્તના વિષય ત્યારબાદની તુર્યાતીત અવસ્થા છે, જીઓ ચાગવાસિષ્ઠ, ઉત્પત્તિ પ્ર૦ સ૦ ૧૧૮ તથા નિર્વાણુ પ્ર૦ સ૰૧૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org