________________
ભારતીય દરની કાળતન્ય સંબંધી માન્યતા
[ ૧૦૭ કાળને નિમિત્તકારણરૂપે વર્ણવીએમ સૂચન કર્યું છે કે તેઓ કાળતત્વના સંબંધમાં વૈશેષિકની માન્યતાને મળતા છે. (૩) પૂર્વમીમાંસાના પ્રણેતા જૈમિનિ ઋષિએ પિતાનાં સૂત્રમાં કાળનવ સંબંધી કોઈ પણ ઉલ્લેખ કર્યો નથી. તેનું કારણ સ્પષ્ટ છે, અને તે એ કે તેઓને મુખ્ય ઉદ્દેશ્ય કર્મકાંડવિષયક વૈદિક મંત્રની વ્યવસ્થા કરવાને છે. છતાં પૂર્વમીમાંસાના પ્રામાણિક અને સમર્થ વ્યાખ્યાકાર પાર્થસારથિ મિશ્રની શાસ્ત્રદીપિકા ઉપરની ટીકા યુતિનેહપ્રપૂરણ સિદ્ધાન્તચંદ્રિકામાં પં. રામકૃષ્ણ કાળતત્વ સંબંધી મીમાંસક મત બતાવતાં વૈશેષિકદર્શનની જ માન્યતાને સ્વીકાર કરેલો છે. ફક્ત તેઓ વૈશેષિક દર્શનથી એટલી જ બાબતમાં જુદા પડે છે કે વૈશેષિકે કાળને પક્ષ માને છે અને તેઓ મીમાંસકને મતે કાળને પ્રત્યક્ષ માને છે.
૪. (૧) સાંખ્યદર્શનમાં સ્વતંત્ર અને મૂળ તવ બે છે. પ્રકૃતિ અને પુરુષ. આ બે સિવાય કોઈ તત્વ તે દર્શનમાં સ્વતંત્ર સ્વીકારાયેલ નથી. આકાશ, દિશા અને મન સુધ્ધાં સાંખ્યદર્શનમાં પ્રકૃતિના વિકારે છે. તેથી તે દર્શનમાં કાળ” નામનું કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. તે દર્શન પ્રમાણે કાળ એ એક પ્રાકૃતિક પરિણમન માત્ર છે. પ્રકૃતિ નિત્ય છતાં પરિણમનશીલ છે. આ સ્થળ અને સૂક્ષ્મ જડજગત પ્રકૃતિને વિકાર માત્ર છે. વિકાર અને પરિણામની પરંપરા ઉપરથી જ વિશ્વગત બધા કાળસાધ્ય વ્યવહારોની ઉપપત્તિ સાંખ્યદર્શનના મૂળ સૂત્રમાંથી જ તરી આવે છે.?
(૨) ગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિએ પિતાનાં સૂત્રમાં કાળતત્ત્વના સ્વરૂપના સંબંધમાં સ્વલ્પ પણ સૂચન કર્યું નથી, પણ તે દર્શનના પ્રામાણિક ભાષ્યકાર વ્યાસ ઋષિએ ત્રીજા પાદના બાવનમા સૂત્રની વ્યાખ્યા કરતાં પ્રસંગે કાળતત્વનું સ્પષ્ટ સ્વરૂપ આલેખ્યું છે, જે બરાબર એગદર્શનમાન્ય સાંખ્યદર્શનના પ્રમેયને બંધબેસતું છે. તે કહે છે કે મુહૂર્ત, પ્રહર, દિવસ આદિ લૌકિક કાળવ્યવહારે બુદ્ધિકૃત છે—કલ્પનાજનિત છે. તે કલ્પના ક્ષણેના બુદ્ધિકૃત નાનામોટા વિભાગો ઉપર અવલંબેલી છે. ક્ષણ એ વાસ્તવિક છે, પણ તે મૂળ તવરૂપે નહિ; માત્ર કોઈ પણ મૂળ તત્ત્વના પરિણામરૂપે તે સત્ય છે. જે પરિ.
૧. જુઓ “હિરાવારો વગેરે કર ” , ૨. મા. ૧, સૂ. ૨૨.
२. “नास्माकं वैशेषिका दवदप्रत्यक्षः कालः, किन्तु प्रत्यक्ष एव, अस्मिन्क्षणे मयोपलब्ध इत्यनुभवात् । अरूपस्याऽप्याकाशवत् प्रत्यक्षत्व भविष्याते।" अ. १, , ૧, .િ ૫, . ૫.
૩. “શિવરાત્ર્યિ” સોહચકન, મ. ૨, . ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org