________________
૧૧૮]
દર્શન અને ચિંતન ગ્રંથમાં દૃષ્ટિરાગ અને બૌદ્ધમાં દૃષ્ટિ શબ્દ છે તે આ મરમેહ કે સંપ્રદાયબંધનના જ સૂચક છે.
માત્ર સંપ્રદાયને સ્વીકાર એ જ સાંપ્રદાયિકતા નથી. કોઈ એક સંપ્ર-- દાયને સ્વીકાર્યા છતાં તેમાં દૃષ્ટિઉદારતાનું તત્વ હોય છે ત્યાં સાંપ્રદાયિકતા નથી આવતી. એ તો સંકુચિત અને એકપક્ષીય અધદષ્ટિમાંથી ઉદ્દભવે છે. કઈ પણ સંપ્રદાયની ધૂસરી ન જ સ્વીકારવી અથવા સ્વીકાર્યા પછી તેના મેહમાં અંધ થઈ જવું એ બંને પરસ્પરવિરોધી છેડાઓ છે, અને તેથી તે એકાંતરૂપ છે. એ બે છેડાઓની વચ્ચે થઈને નીકળતો પ્રામાણિક મધ્યમ ભાગ દષ્ટિઉદારતાને છે. કારણ, એમાં સંપ્રદાયનો સ્વીકાર છતાં મિથ્યા અસ્મિતાનું તત્વ નથી. કોઈ પણ જાતના સંપ્રદાયને માનવે એમાં મનુષ્યની વિશેષતારૂપ વિચારશક્તિની અવગણના છે. અને સંપ્રદાય સ્વીકારીને તેમાં અંધપણે બદ્ધ થઈ જવું એ સમભાવને ઘાત છે; જ્યારે દષ્ટિઉદારતામાં વિચાર અને સમભાવ બંને તો સચવાય છે. જે રાગમાં દેશનું બોજ સમાતું હોય તે રાગ, પછી તે ગમે તેવા ઉત્તમોત્તમ ગણાતા વિષયમાં એ કેમ ન હોય છતાં, વ્યામોહરૂપ હોઈ ત્યાજ્ય છે. અજ્ઞાન એ જેમ મનઅને સત્યથી દૂર રાખે છે તેમ એ વ્યામોહ પણ તેને સત્યની નજીક આવતાં અટકાવે છે. દષ્ટિઉદારતામાં સત્યની સમીપ લઈ જવાનો ગુણ છે.
બે દાખલાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ કરીએ. ચિકિત્સાની એલેપેથિક કે બીજી કઈ પદ્ધતિ સ્વીકાર્યા પછી તેમાં એટલા બધા બંધાઈ જવું કે ગમે તે વ્યક્તિ માટે અને ગમે તેવા દેશકાળમાં અને ગમે તેવી પરિસ્થિતિમાં તે જ પદ્ધતિની ઉપયોગિતા સ્વીકારવી, અને બીજી તમામ પદ્ધતિઓ વિષે કાં તે દૈષવૃત્તિ અને કાં તે દેષમૂલક ઉદાસીનતા દાખવવી એ સંપ્રદાયવ્યાહિ, તેથી ઊલટું કોઈ પણ એક પદ્ધતિને સવિશેષ આશ્રય લીધા પછી પણ ઈતર પદ્ધતિઓના વાસ્તવિક અંશે તે તે પદ્ધતિની દૃષ્ટિએ માન્ય રાખવા એ દૃષ્ટિઉદારતા. ચશ્માની મદદથી જેનાર એમ કહે કે ચશ્મા સિવાય માત્ર આખથી વસ્તુનું યથાર્થ જ્ઞાન સંભવે જ નહિ, તે એ દૃષ્ટિરાગ; અને ચશ્માની મદદથી જેનાર બીજો એમ કહે કે ચશ્મા વિના પણ અન્ય કેટલાય જણ વસ્તુનું યથાર્થ જ્ઞાન કરી શકે છે, તે એ દષ્ટિઉદારતા. 7
કારણમીમાંસા ––ધર્મને વિકૃત કરનાર મતાંધતા મનુષ્યબુદ્ધિમાં દાખલ થાય છે તેનું શું કારણ? એને વિચાર કરતાં જણાશે કે જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org