________________
૧૧૩૬ ]
દર્શન અને ચિંતન વર્ષે જૈનધર્મપરાયણ થયા ત્યારે બ્રાહ્મણની પૂજા બંધ પડી, શાંતિક કે પૌષ્ટિક કર્મ તેમ જ દાન બંધ પડ્યાં. આ રીતે વખત વીતે છે તેવામાં રામચંદ્રજીથી ફરમાન મેળવેલ બ્રાહ્મણો પિતાનું સ્વામિત્વ જવાથી રાતદિવસ ચિંતાવ્યગ્ર થઈ આમની પાસે કાન્યકુન્જમાં પહોંચ્યા. તે વખતે કાન્યકુબ્ધ પતિ પાખંડીઓથી ઘેરાયેલ હતું. એ બધા મોઢ બ્રાહ્મણે કાન્યકુપુરમાં જઈ પહેલાં તે ગંગાતટે રહ્યા.
ચાર-દૂત-દ્વારા માલૂમ પડવાથી રાજાએ બોલાવ્યા એટલે તે બધા પ્રાતઃકાલે રાજસભામાં આવ્યા.
રાજાએ નમસકારાદિ કાંઈ પ્રત્યુત્થાન-સ્વાગત ન કર્યું અને એમ ને એમ ઊભેલા બ્રાહ્મણને પૂછયું કે શા માટે આવ્યા છો ? શું કામ છે ? તે કહે
વિષે – હે રાજન! ધર્મારણ્યથી અમે તારી પાસે આવ્યા છીએ. તારા, જમાઈ કુમારપાલે બ્રાહ્મણનું શાસન લેપ્યું છે. એ કુમારપાલ જૈન ધર્મ છે અને પ્રસૂરિને વશ વર્તે છે.
રાજા–હે વિપ્રે ! મેહેરકપુરમાં તમને કેણે સ્થાપ્યા છે ? એ બધું યથાર્થ કહે.
વિપ્ર–અમને પહેલાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વરે સ્થાપ્યા છે. ધર્મરાજ રામચંદ્ર એ શુભ સ્થાનમાં પુરી વસાવી છે. અને ત્યાં બ્રાહ્મણને નીમી શાસન આપેલું. રામચંદ્રનું શાસન જોઈ બીજા રાજાઓએ તે એ શાસનને બરાબર માન આપ્યું પણ હમણાં તારે જમાઈ એ શાસન પ્રમાણે બ્રાહ્મણોને પાળ નથી. એ સાંભળી રાજાએ કહ્યું, હે વિખે ! જલદી જાઓ અને મારી આજ્ઞાથી કુમારપાલને કહે કે તું બ્રાહ્મણને આશ્રય આપ. આમનું એ વાક્ય સાંભળી બ્રાહ્મણે પ્રસન્ન થયા અને કુમારપાળ પાસે ગયા ને એના શ્વશુરનું વચન કહી સંભળાવ્યું.
કુમારપાળ-તે વિ! હું રામનું ફરમાન પાળવાને નથી. યજ્ઞમાં પશુ હિંસાપરાયણ એવા બ્રાહ્મણને હું ત્યજું છું. હે દિ! હિંસક ઉપર મારી ભક્તિ થતી નથી.
બ્રાહ્મણ-હે રાજન પાખંડધમ વડે અમારા શાસને તું લોપે છે. પણ એમ શા માટે કરે છે? અમારું પાલન કેમ કરતું નથી ? પાપબુદ્ધિ ન થા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org