________________
૧૧૮૨]
દર્શન અને ચિંતન એ જ મખ્ખલિ તે જૈન ગ્રંથમાં વર્ણવાયેલ સંશલિગેશાલઆ ગોશાલક દીર્ધતપસ્વી ભગવાન મહાવીરની તપસ્યા વખતે તેમને છ વર્ષ સુધીને સહચારી. એ ગોશાલકનું પ્રથમ ભગવાન મહાવીરના શિષ્યરૂપે, પછી આછવક પંથના નેતા તરીકે અને ભગવાન મહાવીરના કટ્ટર પ્રતિસ્પર્ધી રૂપે પ્રસિદ્ધ જૈન આગમ ભગવતીમાં વર્ણન છે. ગોશાલકના અનુયાયી વર્ગ અને ભગવાન મહાવીરના અનુયાયી વર્ગ વચ્ચે થતી અથડામણનું મતપરિવર્તનનું અને એ બે મૂળ પ્રવર્ત કે વચ્ચે થયેલી ચર્ચાનું વર્ણન જેન આગમો ૨૪ પૂરું પાડે છે. આવક પંથનું સાહિત્ય અને તેની સ્વતંત્ર શિષ્ય પરંપરા સંપૂર્ણ નાશ પામ્યા છતાં તે પંથ અને તેના પ્રવર્તક આચાર્ય વિષે થોડી ઘણું છતાં વિશ્વસનીય માહિતી જૈન-બૌદ્ધ બને ગ્રંથેમાંથી મળી આવે છે. એ પંથના પ્રસિદ્ધ પ્રવર્તક મખલિ ગશાલના જીવન વિષેની વિસ્તૃત માહિતી તે ફક્ત જૈન ગ્રંથમાં છે. એમાં એતિહાસિક તથને સંભવ ઘણે હોવા છતાં પાછળના જૈન ગ્રંથમાંના તે વર્ણનમાં સામ્પ્રદાયિકતાની ઊંડી અને વિસ્તૃત અસર પણ જણાય છે.
- ૪–વૈશેષિક્ટર્શન, એ વૈદિક છ દર્શનેમાનું એક છે. ૨૫ આજે તેની પરંપરા માત્ર વિચાર અને સાહિત્યમાં છે અને તે જેવી તેવી નથી, છતાં તેના સ્વતંત્ર આચાર્યોની પરંપરા તો ક્યારનીયે બીજા નવા ઉદ્દભવ પામેલા સંપ્રદાયના રૂપમાં સમાઈ ગઈ છે અને નામશેષ થઈ ગઈ છે. પણ એક કાળે ૨૪ એ દર્શનના પ્રચારક આચાર્યો જેમ વિચારમાં તેમ આચારમાં
૨૪. જુઓ સૂત્રકૃતાંગ, બીજે મૃત સ્કંધ, આદ્રીય અધ્યયન. ઉપાસદશાંગ સાલ પુત્રાધિકારી. ભગવતી શતક ૧૫.
૨૫. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ વૈદિક છ દર્શને છે. • ૨૬. “આ દર્શનનું બીજું નામ પાશુપત' કે “
કદી દર્શન પણ છે. આ દર્શનને અનુસરનારા સાધુઓનો વેષ અને આચાર તૈયાયિકમતી સાધુઓની સમાન છે.
તૈયાયિક મતસાધુઓના વેષ અને આચાર આ પ્રમાણે છેઃ એ સાધુઓ દંડ રાખે છે, મેટી લંગૂટી પહેરે છે, શરીરે કામળી ઓઢે છે, જટા વધારે છે, શરીરે રાખ ચેળે છે, જોઈ પહેરે છે, જલપાત્ર-કમંડલુ-રાખે છે, રસકસ વિનાનું ભજન લે છે, ઘણું કરીને વનમાં જ રહે છે, હાથમાં તુંબડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org