________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[૧૧૮ આજીવકમત અને તેના નાયક, શાલક વિશે ભગવતી, ઉપાસકદશા, આવશ્યકતિ આદિ ગ્રંથમાં વર્ણન છે તે બધાને સંગ્રહ આચાર્ય હેમચંદ્ર “ ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર'ના દશમ પર્વમાં કર્યો છે. જોકે એ સંગ્રહ બહુ વિસ્તૃત છે અને તેમાં અનેક સ્થળે અશ્લીલ જેવું વર્ણન પણ આવે છે. પરંતુ આ સ્થળે તેમાંથી જરૂર પૂરત ટૂંક સાર તારવી તેમાંથી અશ્લીલતા ઓછી કરી પરિશિષ્ટ નં. ૩ માં આપવામાં આવે છે.
વૈશેષિક દર્શનની ઉત્પત્તિની કથા સૌથી પહેલાં આવશ્યક નિર્યુક્તિ (ગા. ૭૮૦) માં સેંધાયેલી છે. તેને વિસ્તાર તેની વૃત્તિમાં અને વિશેષાવશ્યક ભાષ્યમાં સેંધાયેલ છે. આ સ્થળે વિશેષાવશ્યક ભાષ્યના એ ભાગનો સાર પરિશિષ્ટ નંબર ૪ માં આપવામાં આવે છે. ઐરાશિક સ્થાપનામાંથી વૈશેષિક મત પ્રવર્તાવનાર રેહગુપ્તના સંબંધ વિશે બે પરંપરાઓ મળે છે. એક પરંપરા પ્રમાણે એ આર્યસ્થૂલિભદ્રના શિષ્ય આર્યમહાગિરિને શિષ્ય થાય, અને બીજી પરંપરા પ્રમાણે તે શ્રીગુપ્તનામના આચાર્યને શિષ્ય થાય. આ બને પરંપરાઓ ઉપાધ્યાય વિનયવિજયજીએ પોતાની સુબોધિકા નામક કલ્પ અત્રની ટીકામાં નોંધી છે. –અષ્ટમ વ્યાખ્યાન પૃ૦ ૧૬૫.
પરિશિષ્ટ નં. ૧ - ભરત ચક્રવર્તીને મરીચિ નામે પુત્ર પિતાના પિતામહ રૂષભદેવ ભગવાન પાસે દીક્ષા લઈ તેમની સાથે વિચારવા લાગ્યો. તે શ્રતધર હતો. એક વાર ઉનાભાની સખત ગરમીમાં તે બહુ ગભરાયો. તેને એક બાજુ સાધુનો કઠિન માર્ગ છોડી ઘરે પાછા જવાનો વિચાર થયે ને બીજી બાજુ પિતાના કુલિનપણાના ખ્યાલથી તેને દીક્ષાનો ત્યાગ કરવામાં બહુ જ શરમ આવવા લાગી. છેવટે તેણે એ મૂંઝવણમાંથી વચલે માર્ગ કાઢયો. તેણે પિતાની બુદ્ધિથી એક એ નવો વેષ કટો અને ન આચાર ઘડ્યો કે જેથી ત્યાગમા સચવાઈ રહે અને જૈન આચારની કઠિનતા પણ ઓછી થાય. વેષ અને આચાર બદલતી વખતે તેણે જે વિચાર કર્યો તે આ પ્રમાણે ભગવાનના આ સાધુઓ મનદંડ, વચનદંડ અને કાયદડને જીતનારા છે અને હું તે તેઓથી જિતાયેલ છું માટે હું ત્રિદંડી થઈશ. એ શ્રમણ કેશને લોચ અને ઈદ્રિને જય કરી મુંડ થઈને રહે છે અને હું સુરથી મુંડન કરાવી શિખાધારી થઈશ. એઓ સ્થળ અને સૂક્ષ્મ પ્રાણુઓના વધાદિકથી વિરત થયેલા છે અને હું ફક્ત સ્થૂળ પ્રાણીએનો વધ કરવાથી વિરત થઈશ. એ મુનિઓ અકિંચન થઈને રહે છે અને હું સુવર્ણમુદ્રાદિક રાખીશ. એ ઋષિઓએ જોડાને ત્યાગ કરેલે છે અને હું
ઉપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org