________________
૧૧૯૪]
દર્શન અને ચિંતન કુશળ છે. રેહગુખે કહ્યું. શું હવે ક્યાંય નાશી જવું? જે થવું હતું તે થયું. ગુરુએ કહ્યું, ત્યારે મારી પાસે સિદ્ધ બીજી સાત વિદ્યાઓ છે, જે એ વાદીની ઉક્ત સાત વિદ્યાઓની અનુક્રમે પ્રતિપક્ષ (વિધિની) છે. તે વિદ્યાઓ હું આપું, તું લે, એમ કહી તેને વિવાઓ આપી. તે વિદ્યાઓ આ છે– માધૂરી, નકુલી, બિડાલી, વ્યાઘ, સિંહી, ઉલુકી અને ઉલાવી. પરિવ્રાજકની ઉપર્યુક્ત સાત વિદ્યાઓને અનુક્રમે બાધિત કરનારી આ વિદ્યાઓ આપી. તે ઉપરાંત ગુએ રહગુપ્તને અભિમંત્રિત રજોહરણ આપી કહ્યું કે જો તે વાદી વધારે બીજો કોઈ ઉપદ્રવ કરે તો આ રજોહરણ માથા ઉપર ફેરવજે. એટલે તું અજેય થઈ જઈશ.
રેહગુપ્ત રાજસભામાં જઈ પેલા વાદીને યથેક પૂર્વપક્ષ કરવા લલકાર્યો. વાદીએ વિચાર્યું, આ સાધુઓ કુશલ હોય છે માટે એને સંમત હોય એ જ પૂર્વપક્ષ હું મારા તરફથી રજૂ કરં, જેથી એ જૈનાચાર્ય તેનું ખંડન ન જ કરી શકે. આમ વિચારી તે ચાલાક વાદીએ પક્ષ રજૂ કર્યો કે, જીવ અને અજીવ એવી બે રાશિઓ છે, કારણ કે તેમ જ દેખાય છે. આ પક્ષ સાંભળી તે સર્વથા ઈષ્ટ હોવા છતાં પણ માત્ર વાદીને પરાભવ કરવા ખાતર ચાલાક શિરોમણિ રહગુપ્ત તેની સામે વિરોધી પક્ષ મૂક્યો. તેણે કહ્યું, જેમ ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ વિભાગ છે તેમ પણ વગેરે જીવ, પરમાણું વગેરે અજવ અને ગોળીના તત્કાળ કપાયેલા પુછવગેરેનો જીવ (જીવાજીવ અથવા ઈષતજીવ) આવી ત્રણ રાશિઓ છે. રેહગુપ્તની આ ક૯૫નાથી નિરુત્તર થયેલ વાદીએ ક્રોધમાં ભરાઈ પિતાની સાતે વિદ્યાઓને પ્રયોગ કર્યો. રાહગુપ્ત અનુક્રમે વીંછીઓને મેરવડે, સાપને નેળિયા વડે રેકી પિતાની બધી બાધક વિદ્યાઓને સામે પ્રવેગ કર્યો. છેવટે વાદીએ
જ્યારે ગર્દભી બનાવી ત્યારે રોહગુપ્ત રજોહરણ ફેરવ્યું એટલે એ ગદંભી ઊલટી તેના પ્રેરક વાદી તરફ જ ધસી અને તેના ઉપર મળમૂત્ર કર્યા, આખરે એ વાદી તિરસ્કાર પામી ચાલ્યો ગયો.
- રોહગુપ્ત ગુરુને બધી વાત કહી. ગુરુ વાદીને હરાવ્યા બદલ ખુશ તે થયા પણ રેહમુખની એક વાતને તેમણે વિરોધ કર્યો. તેમણે કહ્યું જૈન શાસ્ત્રમાં બે રાશિને સિદ્ધાંત છે; નેછવરાશિ એ અપસિદ્ધાંત છે; માટે
૩૯. જૈન સાધુઓનું એક ધાર્મિક ઉપકરણ, જે જંતુઓની રક્ષાપૂર્વક રજ આદિ દૂર કરવાના કામ માટે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org