________________
૧રર૬ ]
દર્શન અને ચિંતન વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. આ રીતે કહેનાર વાદીની પ્રતિજ્ઞા અને હેતુ એ બંને વચ્ચે દેખીતે વિરોધ છે. જે દ્રવ્ય ગુણોથી ભિન્ન જ હોય તે રૂપાદિથી ભિન્ન વસ્તુની ઉપલબ્ધિ થતી નથી એ હેતુ સંભવે જ નહિ. કારણ કે દ્રવ્ય પોતે જ ભિન્ન છે. અને જો ભિન્ન વસ્તુની ઉપલબ્ધિ નથી થતી એ હેતુ જ સત્ય હેય તે ગુણોથી દ્રવ્ય ભિન્ન છે એ પ્રતિજ્ઞા મિથ્યા છે. એ પ્રમાણે પ્રતિજ્ઞા (સાધ્યો અને હેતુના પારસ્પરિક વિધવાળું કથન કરવાથી વાદી પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાવિધ નિગ્રહસ્થાન એન્દ્રિયકત્વ હેતુથી શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરનાર વાદીને પ્રતિવાદી પ્રથમની જેમ નિત્ય સામાન્યદ્વારા વ્યભિચારનું દૂષણ આપે ત્યારે ધાદી તે દૂષણે દૂર કરવાને બદલે એમ કહે છે કોણ શબ્દને અનિત્ય કહે છે? આ રીતે કહેવામાં પિતાની પ્રથમની પ્રતિજ્ઞાન અપલાપ (પરિત્યાગ) થતો હોવાથી તે પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાસંન્યાસ નિગ્રહસ્થાન છે. પૂર્વોક્ત જ ઉદાહરણમાં સામાન્ય દ્વારા અન્દ્રિયકત્વ હેતુને વ્યભિચારદૂષણ આપતાં વાદી તે દૂષણને ઉદ્ધાર કરવા માટે પ્રથમના હેતુમાં એક નવું વિશેષણ લગાડી કહે જે માત્ર અિન્દ્રિયકત્વ એ અનિત્યસાધક હેતુ નથી પણ જાતિવિશિષ્ટ એન્દ્રિય અનિયંત્વને સાધક હેતુ છે. આમ કહેવામાં બીજા જ હેતુનું ઉપાદાન કરવાથી વાદી પરાજય પામે છે. માટે તે હેતન્તર નિગ્રહસ્થાન. કૃતવહેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી વાદી અપ્રાસંગિક કહેવા બેસી જાય (જેમ કે, “હેતુ એ દિ ધાતુ અને ૪ પ્રત્યય ઉપરથી બનેલું પદ છે-પદ એ વ્યાકરણમાં નામ, આખ્યાત, ઉપસર્ગ, અને નિપાતભેદથી ચાર પ્રકારનું બતાવવામાં આવ્યું છે.” વળી આગળ વધી નામ આખ્યાત વગેરે વિષે પણ પિતાનું વૈયાકરસુપણું ઠાલવવા બેસી જાય તો અપ્રસ્તુત બોલવાથી તે પરાજય પામે
છે, માટે તે અર્થાન્તર નિગ્રહસ્થાન. (૭) કોઈ વાદી એમ કહે જે શબ્દ અનિત્ય છે કારણ કે “જ” એ
જ” રૂપ છે. આમ કહેવામાં “જા” એ “શ” રૂપ છે એને કાંઈ જ અર્થ નથી. એ રીતે નિરર્થક બલવાથી તે નિરર્થક નામના નિગ્રહસ્થાનને પામે છે, અને પરાજ્ય પામેલ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org