________________
૧રરર ]
દર્શન અને ચિંતન આ રીતે દાંતમાં સાધ્યના (પક્ષના) સામ્યનું આપાદન કરવું તે
સાધ્યમ. (૯)-(૧) કૃતકત્વ હેતુ પિતાના સાધ્ય અનિત્યત્વને પ્રાપ્ત થઈને સિદ્ધ
કરે છે કે અપ્રાપ્ત થઈને? જે પ્રાપ્ત થઈને સિદ્ધ કરે છે એમ કહે તે બંને વિદ્યમાનની જ પ્રાપ્તિ ઘટતી હોવાથી કેણ સાધન અને કોણ સાધ્ય એ નક્કી નહિ કરી શકાય. જે અપ્રાપ્ત થઈને સાધ્ય સિદ્ધ કરે છે એમ કહે તે અપ્રાપ્ત હેતુ કદી જ સાધક ન હોઈ શકે. આ રીતે પ્રાપ્તિ અને અપ્રાપ્તિને વિકલ્પ કરી દૂષણ આપવા
તે અનુક્રમે પ્રાપ્તિસમ અને અપ્રાપ્તિસમ. (૧૧) અનિયત્વ સિદ્ધ કરવા માટે કૃતકત્વને હેતુ કરવામાં આવે તે કૃતકતને
સિદ્ધ કરવામાં હતુ કે ? અને વળી તે કૃતકત્વસાધક હેતુને સિદ્ધ કરનાર બીજે હેતુ ? એ રીતે અનવસ્થાપ્રસંગનું આપાદન કરવું
તે પ્રસંગમ. (૧૨) જે પ્રયત્ન પછી જ ઉપલભ્ય (પ્રયત્નાનન્તરીયક) હોવાને લીધે ઘટની
જેમ શબ્દ અનિત્ય હોય તો કૂખનન આદિ પ્રસંગે પ્રયત્ન પછી જ ઉપલભ્ય એવા આકાશની જેમ તે શબ્દ નિત્ય કેમ ન સિદ્ધ થાય? આ
રીતે પ્રતિદષ્ટાન્તથી (વિરોધી દષ્ટાંતથી)દૂષણ આપવું તે પ્રતિદષ્ટાન્તસમ. (૧૩) કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરે છે પણ તે હેતુ શબ્દ.
ઉત્પન્ન થયા પહેલાં ક્યાં રહે છે અને જે હેતુને રહેવાને આશ્રય ન હેય તે હેતુના (કૃતકત્વના) અભાવને લીધે સાધ્ય જ સિદ્ધ ન થઈ
શકે. એ રીતે અનુત્પત્તિ દ્વારા દૂષણ આપવું તે અનુત્પત્તિસમ. (૧૪) ઘટના સાધર્મ કૃતકથી શબ્દને અનિત્ય માનવે કે ઘટના વૈધર્મ
પણ આકાશના સાધભ્ય અમૂર્તત્વથી શબ્દને નિત્ય ભાનો ? આ રીતે
સંશયનું આપાદન કરવું તે સંશયસમ. (૧૫) જે કૃતકત્વ હેતુથી ઘટની જેમ શબ્દને અનિત્ય સિદ્ધ કરે તે શ્રાવણુત્વ
હેતુથી શબ્દવની પેઠે શબ્દને નિત્ય શા માટે સિદ્ધ ન કરાય? આ રીતે
સામે બીજા પક્ષનું ઉથાપન કરી દૂષણ આપવું તે પ્રકરણસમ. (ક) હેતુ એ સાધ્યને પૂર્વકાલીન છે, ઉત્તરકાલીન છે કે સમકાલીન ? જે - પૂર્વકાલીન હોય તે હેતુ વખતે સાધ્ય ન હોવાથી તે કાનું સાધન થશે? 1. જે હેતુ સાધ્યને ઉત્તરવતી હોય તે સાધ્ય પ્રથમથી જ સિદ્ધ છે એમ
માનવું પડે અને જે તેમ માને તે સાધ્ય સિદ્ધ હોવાથી તેના સાધન . માટે હેતુ નકામે છે. જે સાધ્ય અને હેતુ બંને સમકાલીન હેાય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org