________________
કથાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[૧૨૦૫
તેમ નથી હાતું. તેમાં તે અને પક્ષકારોએ પોતપોતાના પક્ષ સ્પષ્ટ રૂપે જ સ્વીકારી તેને સાધવાનુ જોખમ વહારેલું હોય છે. જલ્પ અને વિતણ્ડા અને કથાને ઉદ્દેશ ગમે તે રીતે વિજય મેળવવાને જ હોવાથી તેમાં બંને પક્ષકારાને સત્યાસત્ય જોવાનું નથી હતુ. કાઈ પણ રીતે વિપક્ષીને પરાભવ આપવા એ એક જ વૃત્તિથી આ કથા ચાલતી હોવાને લીધે તેમાં બંને પક્ષકારા જાણી જોઈ તે ળ અને જાતિરૂપ અસદુત્તરના પ્રયાગ સુધ્ધાં કરી શકે છે. અને દરેક જાતના નિગ્રહસ્થાનાનું ઉદ્ભાવન કરી સામાને પરાજયની નજીક લાવવાના યત્ન પણ કરી શકે છે. વિજયેચ્છાથી ઉન્મત્ત થયેલ વાદીઓ કાંઈ પરાજેય સ્વીકારવા તૈયાર ન હેાય એટલે જ૫ અને વિતાત્મક કથાને પ્રસંગે અંકુશ મૂકે અને એક પક્ષને તેને પરાજય સ્વીકારાવે તેવા પ્રભાવશાલી મધ્યસ્થ અને સભાસદોની પણ જરૂર હૈાય છે. પણ વાદમાં એમાંનુ કશુંયે હાતુ નથી. વાદકથા તત્ત્વનિયની ઈચ્છાથી પ્રેરાયેલ બે અથવા વધારે સહાધ્યાયીઓ વચ્ચે અગર તો ગુરુ-શિષ્ય વચ્ચે ચાલે છે. તેથી તેમાં અસત્યને જાણી જોઈ તે અવકાશ નથી. એટલે વાદમાં છળ, તથા જાતિને બુદ્ધિપૂર્વક પ્રયાગ અગર નિગ્રહસ્થાનનું ઉદ્ભાવન સભવતું જ નથી.
૧૩. પ્રત્યેાજનઃ—ઉપરના વર્ણનથી એ તે સ્પષ્ટ જ છે કે વાદકથાનું પ્રત્યેાજન તત્ત્વના નિર્ણય અને જાપ તથા વિતણ્ણાનું પ્રયાજન વિજયપ્રાપ્તિ એ છે. છતાં મહર્ષિ ગૌતમ, પોતાના શાસ્ત્રમાં વધુ વેલા સાળ પદાર્થ, જેમાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનનો પણ સમાવેશ થાય છે, તેના તત્ત્વજ્ઞાનને મેક્ષિપ્રાપ્તિનું અંગ માને છે એ એક જાતના વિરોધ છે. કાં તે છળ, જાતિ અને નિગ્રહસ્થાનરૂપ અસત્ પ્રમાણે, અને કથાં જલ્પ અને વિતામાં વિજયે અર્જુનત ચિત્તમાલિન્ય અને કયાં તેના જ્ઞાનથી મેાક્ષની પ્રાપ્તિ ! એ દેખીતા વિરાધ છે. પણ આ વિરોધ મહર્ષિ ગૌતમના ધ્યાન અહાર ! નથી જ. ન્યાયશાસ્ત્રના સૂત્રધાર એ મહર્ષિ ઉક્ત વિરાધનાપરિહાર કરવા જપ અને વિતાકથાના ઉપયાગ કઈ સ્થિતિમાં કરવા એ પણ જણાવે છે. તે કહે છે કે વિજય દ્વારા કાઈ ભૌતિક લાભ કે ખ્યાતિ પ્રાપ્ત કરવાના હોય તે તેવા વિજય મેળવવા જપ અને વિતણ્ડાને પ્રયાંગ ન કરવા. વિજયનું સાધ્ય પણ તત્ત્વના નિશ્ચય જ હાવે જોઈ એ. એટલે કે પોતાને અગર પોતાના સંપ્રદાયના અનુયાયીઓને થયેલા તત્ત્વનિશ્ચય ઉપર કાઈ ખીજા વાદીઓ આવી આક્રમણ કરતા હોય અને તેવી સ્થિતિમાં તત્ત્વનિશ્ચયમાં વિક્ષેપ પડતા હાય તો તે તત્ત્વનિશ્ચયની રક્ષા કરવા અનિષ્ટ છતાં પણ જષ અને વિતણ્ડાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org