________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૫૮ ગયા. ત્યાં શૂન્ય ઘરમાં ધ્યાનસ્થ રહ્યા. ગોશાલક વાનરની જેમ ચપળ બની તેના દરવાજા પાસે બેઠે. “અહી કઈ છે?” એમ પૂછી જ્યારે કંઈ જવાબ ન મળ્યો ત્યારે એક જાર પુરુષ પિતાની રક્ષિત દાસી સાથે વિલાસ અર્થે તે શૂન્ય ઘરમાં દાખલ થયા. ભગવાન તે ધ્યાનસ્થ હતા. પાછા નીકળતાં એ દાસીને ગોશાલકે હસ્તસ્પર્શ કર્યો એ જાણી તેને પેલા જાર પુરુષે ખૂબ પીટ્યો. ગોશાલકની ફરિયાદના અધિષ્ઠાયક સિદ્ધાર્થે ભગવાનના દેહમાંથી જ ઉત્તર આપે કે “તું અમારી પેઠે શીલ કેમ નથી રાખતો? ચપળતા કેમ કરે છે? તને માર ન મળે તે બીજું શું થાય?” .
ચેથું માસું પૃષ્ઠચંપામાં વ્યતીત કરી ભગવાન કૃતમંગળ નામક ગામમાં ગયા. ત્યાં તેઓ એક દેવાલયમાં ધ્યાનસ્થ રહેલ, તે વખતે રાત્રે ત્યાં કેટલાક કુળદેવતાના ભકતો નાચગાન કરતા. તેમાં મધ્રપાન કરેલ સ્ત્રીઓ પણ શામિલ હતી. આ નાચગાન કરનાર લેકા સાથે અડપલું કરવાને લીધે ગોશાલકને કડકડતી ટાઢમાં તે દેવાલય બહાર અનેક વાર કાઢી મૂકવામાં આવેલો. એક દિવસ તેણે ભગવાનને કહ્યું : “ મધ્યાહ્ન થયે છે, ચાલે આહાર લેવા. ભગવાન મૌન હતા તેથી સિદ્ધાર્થે ઉત્તર આપે “અમારે આજે ઉપવાસ છે.” ગોશાલકે પૂછ્યું: “આજે મને શું ભોજન મળશે ?” “માંસયુક્તપાસ મળશે” એ સિદ્ધાર્થે ઉત્તર આપ્યો. તેને બેટ પાડવા ગોશાલકે બહુ યત્ન કર્યો પણ છેવટે તેને માસવાળી ખીર જ મળી. આ ખીર તેણે નિર્માસ સમજી ખાઈ લીધી પણ ઊલટી દ્વારા પાછળથી તેમાં માંસ હોવાની ખાતરી થઈ એટલે ચિડાઈને તેણે દાન કરનાર જ્યાં રહેતા તે પ્રદેશને ગુના તપના નામે બળી જવાનો શાપ આપે. એટલે ભગવાનની મહત્તા સાચવવા ખાતર દેએ તે પ્રદેશ બાળી નાંખ્યો. આગળ જતાં એક સ્થળે રમતાં બાળને ગશાલકે બિવરાવ્યા તે જોઈ તેઓનાં માબાપે ગેશલકને પીટ્યો.
- ભલિપુરમાં પાંચમું ચોમાસું કરી ભગવાન એક ગામમાં ગયેલા, ત્યાં એક અન્નસત્રમાં અકરાંતિયા થઈ ખૂબ ખાવાને લીધે શાલક ઉપર ત્યાંના લેકે ચિડાયા અને તેના માથા ઉપર થાળ માર્યો. ક્યારેક ભગવાન વિશાળ નગરી તરફ ચાલ્યા. ચાલતાં બે રસ્તા આવ્યા એટલે ગોશાલકે ભગવાનને કહ્યું, “તમે જાઓ, હું તમારી સાથે હવે નથી આવતું. કારણ કે મને કઈ મારે ત્યારે તમે મૌન રહે છે. તમને પરિવહ પડે ત્યારે મને પણ પડે છે. કોઈ તમને મારવા આવે ત્યારે પહેલાં મને ભારે છે. સારું ભજન હોય ત્યારે તે તમે લેવા આવતા જ નથી, સર્વત્ર સમશીલ રહે છે, માટે હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org