________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧ણ કથામાં જૈન ગ્રંથે વેદની ઉત્પત્તિ પાછળથી થયાનું કહે છે, ત્યારે મત્સ્યપુરાણું તે બાબત ચૂપ છે. આ અંતર કોઈ ગૂઢ એતિહાસિક તથ્ય તરફ લક્ષ્મ ખેંચ્યું વિના રહેતું નથી.
ઋષિઓએ પૂછયું કે સ્વાયંભુવ સ્વર્ગમાં ત્રેતાયુગના આરંભમાં પણ કેવી રીતે પ્રવર્તે એ બરાબર કહો. ઉત્તરમાં સુતે કહ્યું:
વિશ્વભુગ ઈદ્ર યજ્ઞ આરંભે ત્યારે અનેક મહર્ષિઓ આવ્યા. તે યજ્ઞમાં અન્ય વિધિ સાથે પશુવધ થએલે જોઈ મહર્ષિઓએ ઇને કહ્યું કે તે યજ્ઞમાં પશુવધ ન જ સ્વીકાર્યો છે. તે પશુહિંસારૂપ અધર્મથી ધર્મને નાશ આરંભ્યો છે; હિંસા એ ધર્મ કહેવાય નહીં. આ રીતે સમજાવ્યા છતાં ઈક કઈ પણ રીતે ન સમજે, અને કદાગ્રહમાં આવી ગયે. મહર્ષિ અને ઈર વચ્ચે યજ્ઞવિધિ બાબત વિવાદ થયો કે, જંગમ (ચાલતાં પ્રાણી) વડે વજન કરવું અથવા સ્થાવર વડે ? એ વિવાદને અંત લાવવા ઈદ અને મહર્ષિ આકાશચારી વસુ પાસે પહોંચ્યા.
વસુએ બળાબળને વિચાર કર્યા વિના જ કહી દીધું કે યજ્ઞમાં પશુઓનું પણ યજન થાય છે અને ફળમૂળાદિનું પણ. જે પ્રાપ્ત થાય—પછી તે જંગમ હોય કે સ્થાવર–તે વડે યજ્ઞ કરે. યજ્ઞને સ્વભાવ હિંસા છે એમ હું જાણું છું. આ પ્રમાણે ઉત્તર સાંભળી મહર્ષિઓએ તે વસુને શાપ આપે જેથી તે આકાશમાંથી નીચે પડી અધોગામી થયો. સૂતે કહ્યું કે યજ્ઞમાં હિંસાવિ ધિનું સમર્થન કરવાથી વસુને અધઃપાત થયો માટે યજ્ઞમાં હિંસા હેવી ન જોઈએ. પ્રથમના ઋષિઓએ એ બાબત કહ્યું છે કે “ કોડે અષિઓ તપથી સ્વર્ગ પામ્યા છે. અનેક તપેધને ઉંછત્તિ, ફળ, મૂળ, શાક અને જલપાત્ર સ્વીકારીને સ્વર્ગે ગયા છે. અદ્રોહ, લોભ, દમ, ભૂતદયા, સમ, બ્રહ્મચર્ય, તપ, શૌચ, કરુણ, ક્ષમા, ધૃતિ એ સનાતનધર્મનું ઊંડું મૂળ છે. યજ્ઞ એ દ્રવ્ય અને મંત્રાત્મક છે. તપ એ સમતારૂપ છે. મનુષ્ય યાથી દેવને પ્રાપ્ત કરે છે; જ્યારે તપથી વિરાટપણું મેળવે છે. કર્મસંન્યાસથી બ્રહ્મપ્રાપ્તિ થાય છે. વૈરાગ્યથી પ્રકૃતિલય અને જ્ઞાનથી કેવલ્ય મળે છે. આ પાંચ ગતિઓ [ પ્રાપ્તિ માર્ગો છે ].” આ રીતે યજ્ઞની પ્રવૃત્તિની બાબત દેવ અને ઋષિઓને વિવાદ પહેલાં સ્વાયંભુવ સર્ગમાં થયેલો ત્યારે તે ઋષિઓ વસુના વાક્યોને આદર કર્યા સિવાય જ પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા. બ્રહ્મ, ક્ષત્ર આદિ અનેક તપસિદ્દો સાંભળવામાં આવે છે. પ્રિયવ્રત, ઉત્તાનપાદ, ધ્રુવ, મેધા તિથિ, વસુ, સુધામા, વિરજા, શંખપાદ, રાજસુ, પ્રાચીનબહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org