________________
૧૦૮ ]
દર્શન અને ચિંતન ગણાતા અને સાંખ્ય આચાર્યો પણ કપિલના તત્વજ્ઞાનને વેદ, મહાભારત, પુરાણ અને મનુસ્મૃતિ આદિના જ્ઞાન કરતાં શ્રેષ્ઠ સમજતા. પરંતુ એક બાજુ સ્વતન્ન સાંખ્ય આચાર્યોની પરમ્પરા લુપ્ત થઈ અને બીજી બાજુ વાચસ્પતિ - ૧૦. આસુરિ નિરીશ્વર સાંખ્યમતના ઉપદેશક હોવાથી શ્રૌત વિચારપરંપરાના વિરોધી મનાયા છે તેને પરિણામે શતપથના વંશ બ્રાહ્મણમાંથી ત્રષિ તરીકેની તેમની વંશપરંપરા બંધ પડવાનું અનુમાન શ્રીયુત નર્મદાશંકર મહેતા બી. એ. કરે છે તે અવશ્ય વિચારણીય છે. જુઓ, હિંદ તત્વજ્ઞાનને ઈતિહાસ ભાગ ૧ લે, પૃ. ૯૪. - આદ્ય શંકરાચાર્ય પોતે જ કપિલને કૃતિવિરુદ્ધ તેમ જ મનુવચન વિરુતંત્રના પ્રવર્તક કહે છે. જુઓ બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય ૨–૧–૧.
૧૧. માઠરવૃત્તિકાર મૂલકારિકાની વ્યાખ્યા કરતાં કહે છે કે “આ કપિલ ઋષિએ ઉપદેશેલું તત્ત્વજ્ઞાન વેદ, પુરાણ, મહાભારત અને અનુઆદિ ધર્મશાસ્ત્રો કરતાં પણ ચઢિયાતું છે. –જુઓ સાંખ્યકારિકા, ૭૦ ની ભાદરવૃત્તિ.
૧૨. “સાંખ્યદર્શનને અનુસરનારા સંન્યાસીઓને વેષ અને આચાર આ પ્રમાણે છે. તેઓ ત્રિદંડી કે એકદંડી હોય છે, અધેવસ્ત્રમાં માત્ર કૌપીનને પહેરે છે. પહેરવાનું વસ્ત્ર ગેરૂઆ રંગનું રાખે છે. કેટલાક ચોટલીવાળા હોય છે, કેટલાક જટાધારી હોય છે અને કેટલાક સૂરમુંડ હોય છે. આસનમાં મૃગચર્મ રાખે છે, બ્રાહ્મણને ઘેર ભોજન લે છે. કેટલાક માત્ર પાંચ કેળીયા ઉપર રહે છે. એ પરિવ્રાજકે બાર અને જાપ કરે છે. તેઓને નમસ્કાર કરનારા ભક્તો “ ન નારાયણાય” એમ બોલે છે અને તેઓ સામું ફક્ત
નારાયણ નમઃ” કહે છે. જન સાધુઓની પેઠે તેઓ પણ બેલતી વખતે મુખવસ્ત્રિકા રાખે છે. એની એ મુખવસ્ત્રિકા કપડાની નથી હોતી પણ લાકડાની હોય છે. મહાભારતમાં એ મુખત્રિકાને બીટા’ કહેવામાં આવી છે. એઓ પોતે જીવદયા નિમિત્તે પાણી ગળવાનું ગળણું રાખે છે અને તેમ કરવા પિતાના અનુયાયીઓને પણ સમજાવે છે. મીઠા પાણીની સાથે ખારું પાણી ભેળવવાથી હિંસા થયાનું માને છે અને પાણીના એક બિંદુમાં અનંત જીની હયાતિ સ્વીકારે છે. એમના આચાર્યોના નામ સાથે “ચેતન્ય’ શબ્દ જોડાયેલ હોય છે. એની વધારે વસ્તી બનારસમાં છે. ધર્મને નામે એઓ. કઈ પ્રકારની હિંસા કરવાનું માનતા નથી.”
જનદર્શન–ગૂજરાતી અનુવાદ–પં. બેચરદાસને) પ્રસ્તાવના પૃ. ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org