________________
સાંપ્રદાયિક્તા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૭૩
છે. તેથી સાંપ્રદાયિકતાના પુરાવાની અને ઇતિહાસની એ બન્ને દૃષ્ટિએ એ થાઓ અગત્યની છે.
ને
એકંદર જૈન સાહિત્ય જોતાં તેમાં જૈન દર્શનમાંથી ચાર જૈનેતર નીકળ્યાની હકીકત મળે છે: સાંખ્ય, બૌદ્ધ, આવક અને વૈશેષિક. એ ચારમાં સાંખ્યનની જૈનદર્શનમાંથી ઉત્પત્તિનું વર્ણન શ્વેતામ્બર–દિગમ્બર બન્ને સાહિત્યમાં છે. આવક અને વૈશેષિક દર્શનની ઉત્પત્તિનું વમ દિગમ્બર સાહિત્યમાં નથી, ફક્ત શ્વેતાંઔર સાહિત્યમાં છે. તેજ રીતે બૌદ દર્શનની જૈનદર્શનમાંથી ઉત્પત્તિનું વર્ણન શ્વેતામ્બર સાહિત્યમાં નથી, ફક્ત દિગમ્બર સાહિત્યમાં છે. આ ચારેય દનાની ઉત્પત્તિ વિષેના સાહિત્યમાંના વર્ણનના અનુક્રમે સાર આપું તે પહેલાં તે દશાને લગતુ કેટલુંક સ્પષ્ટીકરણ કરી દેવુ યોગ્ય છે.
૧—સાંધ્યદર્શન એ અતિ પ્રાચીન ભારતીય દશનામાંનુ એક છે. એના આદિ પ્રવર્ત્તક તરીકે કપિલઋષિના નિર્દેષ્ઠ વૈદિક સાહિત્યમાં સત્ર થયેલા છે. મહાભારતમાં કપિલને સાંખ્યદર્શીનના વક્તા કથા છે, ભાગવતમાં
૧. અહીં જૈનદર્શનમાંથી અન્ય નાની ઉત્પત્તિને તિહાસ વિવક્ષિત નથી પણ પ્રતિહાસને લગતી ખીજી અનેક બાબતમાં એ કથાનુ કે તેના કેટલાક ભાગનું ખાસ મહત્ત્વ છે, એવા ભાવ વિવક્ષિત છે.
".
ર सान्यस्य वक्ता कपिलः परमर्षिः पुरातनः । हिरण्यगर्भो योगस्य वक्ता नान्यः पुरातनः
"" 11
—મહાભારત-મેાક્ષધમ
૩. “ પ્રજાપતિના પુત્ર મનુ નામે સમ્રાટ બ્રહ્માવત દેશમાં રહ્યો રહ્યો સપ્તાહ્વ પૃથિવીનું શાસન કરતા હતા. શતરૂપા નામે તેની મહારાણી હતી, તેને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ એ પુત્ર અને દેવકૃતિ નામે કન્યા હતી, તે સમયે કન નામે એક ઋષિ હતા, તેને બ્રહ્માએ પ્રજા ઉત્પન્ન કરવાની પ્રેરણા કરી તેથી તે ઋષિએ સરસ્વતી તીરે જઈ ને દસ હજાર વર્ષ પર્યંત તપ તપ્યું. તપના પ્રભાવે ઋષિને શંખચક્રગદાધર, ગરુડવાહન એવા ભગવાન પુષ્કરાક્ષનું સાક્ષાત્ દન થયું. ઋષિએ ભગવાનને વિનતી કરી કે, હું ગૃહંમેલ માટે ધેનુસમાન સમાનશીલવાળી ફ્રાઈ કન્યાનું પાણિગ્રહણ કરવાને ઇચ્છું છું. -ભગવાને કહ્યું કે, હે બ્રહ્મન! તમારે માટે મે બ્રહ્માવતના રાજા મનુની પુત્રી દૈવહૂતિની યાજના કરી રાખી છે. તે તમને જોવા માટે પણ આવનારાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org