________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૫૯
આપી ધર્મોનુષ્ઠાન કરું એ વિચારથી તેણે વિવિધ આહાર ભરેલાં પાંચસા ગાડાં મંગાવ્યાં, પણ યતિઓને તેવા સ્વનિમિત્તે અનેલા અર્થાત્ સદેષ આહાર ન ખપે એમ જ્યારે તેણે જાણ્યું ત્યારે વળી ખીજા તદ્દન નિર્દોષ આહાર માટે તે યતિને આમજ્યા. રાજપિંડ (રાજઅન્ન ) પણ યતિએ ન લે,
એમ જ્યારે તેણે ભગવાન પાસેથી જાણ્યું ત્યારે તે બહુ ઉગ્નિ થયા અને વિચારવા લાગ્યા કે ભગવાને તો મને દરેક રીતે તજી જ દીધા છે. તે વખતે ભગવાન ઋષભદેવ પાસે ઉપસ્થિત થયેલ ઈંદ્ર ભરતને ખિન્ન જોઈ તેને શાંત કરવા અવગ્રહનીć ચર્ચા ઉપાડી. ભરતે છેવટે વિચાર્યું કે ખીજું કાંઈ નહિ તે આ ભિક્ષુકાને મારા દેશમાં વિચરવાની અનુમતિ આપી કૃતાર્થ થાઉં, એ વિચારથી તેણે પોતાના દેશમાં વિચરવાની ભિક્ષુકાને અનુતિ આપી અને ત્યાં હાજર રહેલ ઇંદ્રને પૂછ્યું કે આ અહીં આણેલ અન્નપાણીનુ શું કરવું?
જવાબ આપ્યા કે એ અન્નપાણી ગુણશ્રેષ્ઠ પુરુષાને આપી તેને સત્કાર કર. વધારે વિચારતાં ભરતને જણાયું કે સાધુ સિવાય તે ફક્ત શ્રાવકા જ શ્રેષ્ઠ છે, કારણ કે તે વિરત (ત્યાગધી છે અને વિરત હાવાથી ગુણશ્રેષ્ડ છે. માટે એ વિચારથી તે અન્નપાન તેને જ આપી દીધું. વળી ભરતે શ્રાવકાને ખેલાવી કહ્યું કે તમારે હંમેશાં મારું જ અન્નપાન લેવું, ખેતી આદિ કામ ન કરવાં અને શાસ્ત્રાભ્યાસમાં પરાયણ રહેવું. ખાધા પછી મારા ગૃહદ્વાર પાસે બેસી રહેવું કે ઊતો મવાન વર્ષાંતે મય, તમામ્મા ન માન; અર્થાત્ આપ જિતાયા છે, ભય વધે છે, માટે આત્મગુણને હણ મા. એ શ્રાવકાએ તેમ જ કર્યુ. શ્રાવકોના પ્રતિપાદનના એ વાકષથી ભરતને સૂઝયું કે હું રાગ આદિ દોષોથી જિતાયેા હ્યું. તે દોષોથી જ ભય વૃદ્ધિ પામે છે. આવી આલેચનાથી તેને વૈરાગ્ય પ્રાપ્ત થયા.
જમનાર ઘણા થવાથી રસોઇ કરવા અશક્ત થયેલા રસાઇયાએ ભરતને વીનવ્યું કે ઘણા લોકો જમવા આવે છે, તેથી કોણ શ્રાવક છે અને કોણ નથી એ જણાતું નથી. ભરતે પૂછી લેવા કહ્યું, એટલે રસોઇયા આગન્તુકને પૂછ્યા લાગ્યા કે તમે કોણ છે ? તેઓ જ્યારે કહે કે શ્રાવક ત્યારે વળી પાચકો પૂછે કે શ્રાવકોનાં કેટલાં વ્રત ? ઉત્તરમાં આગંતુક કહેતા કે શ્રાવકોને ત્રા ( મહાત્રા ) ન હોય. અમારે તે પાંચ અણુવ્રત અને સાત
૮. સાધુઓને અને સાધ્વીઓને રહેવા અગર વિચરવા માટે અનુમતિ આપેલ જે જગ્યા તે અવગ્રહ કહેવાય છે. ઇંદ્રની અનુમતિવાળી જગ્યા તે દ્રાવગ્રહ. એ રીતે ચક્રવર્તી–અવગ્રહ અને રાજા–અવગ્રહ પણ સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org