________________
૧૧૨૮ ].
દર્શન અને ચિંતન પાપ–પાંચૌતિક દેહ એ જ આત્મા છે અને તે પાણીને પટાની જેમ ઉત્પન થાય અને નાશ પામે છે. અંતકાલે આત્મા ચાલ્યા જાય છે. પાંચ દેહિક તત્ત્વો પાંચભૂતમાં મળી જાય છે. માણસે પરસ્પર મહમુગ્ધ થઈ પ્રવૃત્તિ કરે છે. મેહથી શ્રાદ્ધ કરે છે. મેહથી જ મરણતિથિએ પિતૃતર્પણ કરે છે. મારે ક્યાં રહે છે, શી રીતે ખાય છે ? હે નૃપ ! તેનું જ્ઞાન અને કાર્ય કેવાં છે તે કોણે જોયું છે ? તે બધું તું અમને કહે. શ્રાદ્ધ કોનું માનવું? મિષ્ટભંજન તો માત્ર બ્રાહ્મણને પહોંચે છે. તેવી રીતે વૈદિક યજ્ઞોમાં અનેક જાતની પહિંસા કરવામાં આવે છે, તેથી શું લાભ છે ? દયા વિનાનું કોઈ પણ ધર્મકૃત્ય નિષ્ફળ છે. દયા વિનાના આ વેદો એ અવેદે છે. ચાણ્યાલ • હોય કે શ, જે તે દયાળ હોય તે તે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ પણ નિર્દય હોય તે તે નિકષ્ટ છે. એક જિનદેવની આરાધના હૃદયથી કરવી, તેને જ નમસ્કાર કર. બીજાની તે વાત શી, પણ માતાપિતા સુધ્ધાંને નમન ન કરવું.
વેન–બ્રાહ્મણ, આચાર્યો, ગંગા આદિ નદીઓને તીર્થરૂપ વર્ણવે છે તે શું તે સાચું છે? જે એ તીર્થોમાં તું ધર્મ માનતા હોય તે મને કહે.
પાપ–આકાશથી પાણું પડે છે, એ જ પાણી બધાં જલાશયોમાં સરખી રીતે છે; પછી એમાં તીર્થપણું શું? પહાડે પણ પથ્થરના ઢગલા છે. એમાં પણ તીર્થપણું શું છે? સ્નાનથી સિદ્ધિ થતી હોય તે માછલાં સૌથી પહેલા સિદ્ધિ પામે. એક જિનનું ધ્યાન જ શ્રેષ્ઠ છે. બીજું બધું વેક્ત શ્રાદ્ધયજ્ઞાદિક કર્મ વ્યર્થ છે. - સૂત–તે પાપપુરુષના ઉપદેશથી ન ભરમાયે; અને તે પાપના પગમાં પડી તેને ધર્મ સ્વીકાર્યો. તેથી યજ્ઞયાગાદિ વૈદિક ધર્મો લુપ્ત થયા અને સંપૂર્ણ પ્રજા પાપમાં પડી. પિતા અંગે અને માતા સુનીથાએ બહુ કહ્યું છતાં તેને કશું ગણુકાયું નહિ, અને તીર્થસ્નાન, દાન આદિ બધું ત્યજી બેઠે. અંગના પૂછવાથી સુનીથાએ પિતાની બાલ્યાવસ્થામાં સુશંખ તપસ્વીને જે કશાઘાતરૂપ અપરાધ કર્યો હતો, અને તેને પરિણામે તે તપસ્વીએ દુષ્ટ પુત્ર થવાને જે શાપ આપ્યું હતું, એ બધું કહી સંભળાવ્યું. ત્યાર બાદ સાત ઋષિઓએ આવી આશ્વાસનપૂર્વક વેનને કહ્યું–હે વેન ! પાપકર્મ ત્યજી ધર્માચરણ કર. એ સાંભળ ! વેને હસતાં હસતાં કહ્યું-હું જ પવિત્ર છું. સનાતન જેનધર્મ મહાધર્મ છે. હે વિપ્રો! તમે ધર્માત્મા એવા મને સે. ઋષિઓ-બ્રાહ્મણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org