________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનુ દિગ્દર્શન
[ ૧૧૧૯
શાંકરભાષ્ય એ અદ્વૈત વેદાન્તના પ્રતિભાસ પન્ન સૂત્રધાર આદિ શંકરાચાયની આદરાયણ સૂત્રેા ઉપરની વ્યાખ્યા છે અને સાંખ્યતત્ત્વકૌમુદી એ ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યકારિકા ઉપરની વાચસ્પતિમિત્રકૃત વ્યાખ્યા છે. કુમારિલે વૈદિક કમ કાડના વિધી કાઈ પણ સપ્રદાય ( પછી તે વેદના વિરોધી હાય કે અવિાધી) પ્રત્યે ઉગ્ર રાષ દાખવી તે સંપ્રદાયાની યજ્ઞીય હિંસા ન સ્વીકારવાને કારણે જ અપ્રામાણિકતા બતાવવાની ચેષ્ટા કરી છે; અને બૌદ્ધ ધર્મના પ્રવત કે ગૌતમના વિષયમાં તે એટલે સુધી કહ્યું છે કે તેણે ક્ષત્રિય છતાં ઉપદેશ કરવાનું અને ભિક્ષા માગવાનું બ્રાહ્મણુકૃત્ય સ્વીકાર્યું. એટલે એવા સ્વધમત્યાગીના સાચાપણા વિષે વિશ્વાસ જ કેવી રીતે રાખી શકાય?
શંકરાચાય પણ કુમારિલની પેઠે ગૌતમબુદ્ધ ઉપર એક આરોપ મૂકે છે. તે આરોપ પ્રજાદૂષના. તેઓ કહે છે કે સધળી પ્રજા આડે રસ્તે દારાય એવા બુદ્ધને પેાતાના ધર્મ વિશે દુહેતુ હતા. જુદાં જુદાં ખાર દા ઉપર ટીકા લખવાની ખ્યાતિ મેળવનાર, દાર્શનિકવિચાર અને ભાષામાં અસાધારણ કાબૂ ધરાવનાર વાચસ્પતિમિત્ર વૈદ સિવાયના બધા જ આગમાને મિથ્યા આગમા કહે છે અને તે માટે દલીલો આપતાં એક એવી છીલ આપે છે કે મ્લેચ્છ વગેરે કાઈ કાઈ એ જ અને પશુ જેવા હલકટ પુરુષાએ જ વેદભિન્ન આગમે। સ્વીકાર્યો છે માટે તે મિથ્યા આગમ છે.
ઉપર જે ત્રિવિધ વૈદિક સાહિત્યમાંના મતાંધતા વિષયક નમૂનાઓને ટૂંક પરિચય આપ્યા છે તેને સવિશેષ અને સ્પષ્ટ સમજવા માટે દરેક સ્થળના તે તે ભાગાના ભાવાત્મક ટ્રેંક સાર કે અનુવાદ નીચે આપવામાં આવે છે.
લેખના અંતભાગમાં આ ઉતારાની સમાલેચનાનું કર્તવ્ય બાકી રાખી હમણાં તે વાચકેાનું ધ્યાન એ દરેક પુરાવાઓને કાળજીપૂર્વક વાંચી તેના ઔચિત્ય–અનૌચિત્ય વિશે સ્વયંવિચાર કરવા તરફ ખેચું છુ.
( પુરાણવિષયક ) પરિશિષ્ટ ૧ વિષ્ણુપુરાણ
નગ્ન કેાને કહેવાય એવા મૈત્રેયના પ્રશ્નના ઉત્તર આપતાં પરાશર તેને કહે છે કે જે વૈમાં નથી માનતા, તે નગ્ન. નગ્નના સ્વરૂપ વિશે વધારે ખુલાસા કરવા પરાશર પોતે સાંભળેલી એક વાત મૈત્રેયને કહી સભળાવે છે. તે આ
૧. જુઓ પરિશિષ્ટ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org