________________
સાંસાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૧૭ જૈન અને બૌદ્ધધર્મની ઉત્પત્તિ તથા પ્રચાર વિષે જે યુક્તિ અનેક પુરાણમાં વારંવાર વિવિધ રૂપે કામમાં લીધી છે તે જ યુક્તિને આશ્રય ચોથા પ્રસંગમાં કરેલું છે. એટલે વૈષ્ણવધર્મથી બળવાન બનેલા દૈત્યને નિર્બળ બનાવવા વિષ્ણુના આદેશથી દ્ધ શૈવ ધર્મનું પાખંડ ચલાવ્યાનું અને અનેક તામસ પુરાણ, સ્મૃતિઓ અને દર્શને રચ્યાનું તેમાં વર્ણન છે.
પદ્મપુરાણમાં છેલ્લા બે પ્રસંગમાં વિષ્ણુ સિવાયના બ્રહ્મા, દ્ધ આદિ, દેવેનું નિકૃષ્ટપણું તથા વૈષ્ણવ ઉપાસના સિવાયના બીજા વૈદિક સંપ્રદાયનું પાખંડીપણું સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે. તેમ જ વૈષ્ણવ ન હોય તેવા બ્રાહ્મણ સુધ્ધાં સાથે સંભાષણ કે દર્શન કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે.
૭. સ્કંદપુરાણમાં મોઢ, ત્રિવેદી અને ચતુર્વેદીને ઈતિહાસ આપવાના પ્રસંગમાં કાન્યકુજના નરપતિ આમ તથા મોઢેરાના સ્વામી કુમારપાળ વચ્ચે સંબંધ જોડેલે છે અને એ બે રાજાઓને જૈનધર્મને પક્ષપાતી અને બ્રાહ્મણ ધર્મના હૃષી રૂપે ચીતર્યા છે. એ ચિત્રણને બંધબેસતું કરવા માટે પૂર્વાપર વિદ્ધ અનેક કલ્પિત ઘટનાઓ આલેખી છે.
૮. ભાગવતમાં કેક, બેંક અને કુટક દેશના રાજા અને પાખંડધર્મ સ્વીકારવાની અને કલિયુગમાં અઘેર નૃત્ય કરવાની ભવિષ્યવાણી છે.
૯. કૂર્મપુરાણમાં બૌદ્ધ, જૈન, પાંચરાત્ર, પાશુપત, આદિ અનેક સંપ્રદાય પાખંડી હોવાનું તથા તેને પાણી સુધ્ધાં પણ ન આપવાનું કઠેર વિધાન છે.
પુરાણના નમૂનાઓની ટૂંકામાં ટૂંકી રૂપરેખા જાણી લીધા પછી તે
૧. ભાગવત સંપ્રદાય કે ભક્તિમાર્ગનું પ્રાચીન એક નામ પાંચરાત્રા છે. પણ પાશપત એ શૈવ સંપ્રદાયનું એક પ્રાચીન નામ છે. પાંચરાત્ર તથા પાશુપત વિષે વધારે માહિતી મેળવવા ઈચ્છનારે દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રીલિખિત “વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ” તથા “શૈવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ” તેમ જ નર્મદાશંકર દેવશંકર મહેતાકૃત “હિન્દ તત્વજ્ઞાનને ઇતિહાસ ભાગ ૨ જે” જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org