________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૨૩
એ શ્રાદ્ધમાં ભાજન કરનાર, નિગ્રંથ, શાકય, પુષ્ટિને કલુષિત કરનાર એવા જે ધર્માંતે નથી અનુસરતા તે જ નગ્નાદિ છે. (વડેદરા દેશી કેળવણી ખાતા તરફથી પ્રકાશિત વાયુપુ॰ પૃ॰ ૬૯૪-૬૯૫.)
શિવપુરાણ
*
કાર્તિ કયે તારકાસુરને માર્યાં, ત્યાર બાદ તેના પુત્રાએ દાણુ તપ કર્યું. એ તપાનુષ્ઠાનથી પ્રસન્ન થઈ બ્રહ્માએ જ્યારે વર માગવા કહ્યું ત્યારે એ તારકપુત્રાએ વર માગ્યું કે ત્રણ પુરાને આશ્રય લઈ અમે પૃથ્વી ઉપર વિચરીએ અને જે એક જ ખાણથી એ ત્રણે પુરાના નાશ કરે તે જ અમારા અંતક (મૃત્યુ) થાય; બીજા કાઈ અમને મારી શકે નહિ. આ વર બ્રહ્માએ કબૂલ કર્યું, ને મયદાનવ પાસે ત્રણ ઉત્તમ પૂરા તૈયાર કરાવી આપ્યાં. તેમાં એ તારકપુત્રા જઈ વસ્યા અને પુરાના આશ્રયથી તથા વરદાનથી બહુ ખલિષ્ઠ થઈ પડયા. તેઓના તેજથી ઈન્દ્રાદિ બધા દેશ ઝાંખા પડયા. અને દુઃખી થઈ બ્રહ્મ પાસે ગયા, અને પોતાનું દુઃખ વધ્યું.
બ્રહ્માએ કહ્યું કે મારાથી જ અભ્યુદય પામેલ એ ત્રિપુરરાજતા મારા હાથે કેમ નાશ થાય? તેથી તમે શિવ પાસે જા. દેવ શિવ પાસે ગયા ત્યારે શિવે પણ બ્રહ્મા પ્રમાણે જ કહ્યું; અને ઉમેર્યું કે એ ત્રિપુરપતિ, પુણ્યશાળી છે, તેથી તેનો નાશ શકય નથી. એ ઉત્તરથી દુઃખ પામી દેવા વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ પણ શિવના ઉત્તરને બેવડાવ્યા, પણ જ્યારે દેશ બહુ ખિન્ન થયા, ત્યારે વિષ્ણુએ ફરી વિચાર કર્યાં તે છેવટે યાને સ્મર્યાં. યા આવ્યા અને વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. એ ભગવાન વિષ્ણુએ ઇન્દ્રાદિ દેવાને કહ્યુ કે આ ઉપસદ્ યજ્ઞથી પરમેશ્વર (શિવ) ની અર્ચા કરો. તેથી જ ત્રિપુરજય થશે. વિશેષ વિચારી વળી વિષ્ણુએ દેવાને કહ્યું: આ અસુરો નિષ્પાપ છે, નિષ્પાપને હણી શકાય નહિ, પણ કદાચ તે પાપી હોય તેાયે હજુવા અશકય છે. કારણ કે તેઓ બ્રહ્માના વરથી ખલિષ્ઠ ખનેલા છે. ફક્ત સ્ત્રના પ્રભાવથી એને હણી શકારશે. બ્રહ્મા, દેવ, દૈત્ય કે ખીજા ઋષિમુનિઓ ગમે તે હાય પણ બધા શિવની મહેર વિના એને હણી શકશે નહિ. એક શંકર જ લીલામાત્રમાં એ કામ કરશે એ શંકરના એક અંશમાત્રના પૂજનથી બ્રહ્મા બ્રહ્મત્વ, દેવા દેવત્વ, અને હું વિષ્ણુત્વ પામેલ છીએ. તે માટે એ જ શિવના પુજનથી, લિગાન વિધિથી અને યાગથી આપણે એ ત્રિપુરાને જીતીશુ. પછી વિષ્ણુ અને દેવાએ મળી ઉપસત્ યજ્ઞથી શિવની આરાધના કરી એટલે હજારે ભૂતગણા અનેક જાતનાં શસ્ત્રાસ્ત્રોથી સજ્જ થઈ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org